1. Home
  2. ગુજરાતી
  3. અયોધ્યા રામ મંદિરની નવી ડિઝાઈન તૈયાર -ત્રણમાળનું પાંચ શિખરો વાળું હશે ભવ્ય રામ મંદિર
અયોધ્યા રામ મંદિરની નવી ડિઝાઈન તૈયાર -ત્રણમાળનું પાંચ શિખરો વાળું હશે ભવ્ય રામ મંદિર

અયોધ્યા રામ મંદિરની નવી ડિઝાઈન તૈયાર -ત્રણમાળનું પાંચ શિખરો વાળું હશે ભવ્ય રામ મંદિર

0
Social Share
  • અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનશે ત્રણ માળનું
  • ફાઈનલ ડિઝાઈન તૈયાર
  • નિખિલ સોમપુરાએ ડિઝાઈન બતાવી
  • પાંચ શિખરો વાળું હશે રામ મંદિર
  • બીજા માળે રામલલા બિરાજશે
  • અંદાજે 69 એકર જમીન પર પાંચ શિખર વાળું વિશ્વમાં ક્યાય નથી
  • જનીમથી 17 ફૂચટ ઊંચાઈ પર મંદિરનું નિર્માણ કરાશે

સમગ્ર દેશમાં રામ મંદિરના નિર્માણને લઈને આતુરતાથી રાહ જોવાઈ રહી છે,આ પહેલા પણ રામ મંદિરની ડિઝાઈનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો,પહેલાનું મૂળ રામ મંદિર બે માળનું હતું ત્યારે હવે રામ મંદિર ત્રણમાળનું બનાવવામાં આવશે,ભક્તોની ભીડને ધ્યાનમાં લઈને મંદિરની ડિઝાઈનમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે.

રામ મંદિરની આ નવી ડિઝાઈન,મંદિરના મુખ્ય આર્કિટેક નિખિલ સોમપુરાએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં દર્શાવી  હતી, રામ મંદિરની નવી ડિઝાઈન હવે સામે આવી છે,આ ડિઝાઈનમાં રામ મંદિર ખુબ જ ભવ્ય અને આકર્ષક લાગી રહ્યું છે,નવી મંદિરની ડિઝાઈનના ફોટોઝમાં મંદિર ખુબ જ ઊંચા શિખરવાળું જોવા મળી રહ્યુ છે,

રામ મંદિરની પહેલી ડિઝાઈન વર્ષ 1985-86 દરમિયાન બનાવવામાં આવી હતી,તે સમયમાં શ્રધ્ધાળુંઓની ભીડને જોઈને માળખું તૈયાર કરવામાં આવ્યું હતું,પરંતુ હવેની ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને ડિઝાઈનમાં બદલાવ કરવામાં આવ્યો છે,મંદિરને ભવ્ય રુપ આપવામાં આવ્યું છે, મંદિરની લંબાઈ,ઊંચાઈ અને પહોળાઈ વધારવામાં આવી છે.

હવે આ સમયમાં રામ મંદિર બે માળનું નહી પરંતુ ત્રણ માળનું બનાવવામાં આવશે,જેની ઊંચાઈ 161 ફૂટ,પહોળાઈ 235 ફૂટ અને લંબાઈ 360 ફૂટ હતી તે સાથે જ મંદિરનો મૂળ દેખાવ પહેલા જેવો જ રાખવામાં આવશે,ત્રણ શિખર રાખવામાં આવશે જેમાં બે શિખર સાઈડમાં અને એક શિખર આગળની તરફ બનાવવામાં આવશે,આમ કુલ પાંચ શિખરવાળા મંદિરનું નિર્માણ કરાશે

પહેલા આ રામ મંહિરની ઊંચાઈ 128 ફૂટ હતી જે હવે 161 ફૂટ કરવામાં આવી છે,ત્રણ માળની બનનારા રામ મંદિરનામ 318 થાંભલા રાખવામાં આવશે,દરેક માળ પર 106 થાંભલા રાખવામાં આવશે,આ સાથે જ રામલલા મંદિર જમીનથી 17 ફૂટ ઊંચાઈ પર સ્થાપિત કરવામાં આવશે,જેમાં બીજા માળે રામ દરબારનું નિર્માણ કરાશે, અંદાજે 69 એકર જમીન પર પાંચ શિખર વાળું વિશ્વમાં મંદિર ક્યા જોવા મળતું નથી.

ઉલ્લેખનીય છે કે, રામ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જમા થતી હોય છે,જેના કારણે મુશ્કેલી ન સર્જાય તે હેતુસર આજુબાજુના વિસ્તારને વધારીને રામ મંદિરની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો છે, રામ મંદિરની નવી ડિઝાઈનમાં એક મંડપ બનાવવાનો પણ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે જેમાં 50 હજાર શ્રધ્ધાળુંઓ બેસી શકે તેવી ક્ષમતા હશે,.આ સાથે જ દેશભરમાં રામ મંદિરન નિર્માણને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળે છે રામલલા માટે લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે,ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટના રોજ દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિર નિર્માણ માટે ભુમિ પૂજન કરનાર છે.

સાહીન-

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code