1. Home
  2. ગુજરાતી
  3. WhatsAppમાં સામેલ કરવામાં આવ્યું નવું ફીચર
WhatsAppમાં સામેલ કરવામાં આવ્યું નવું ફીચર

WhatsAppમાં સામેલ કરવામાં આવ્યું નવું ફીચર

0
Social Share
  • વોટ્સએપમાં આવ્યું ઈમોજીનું રિએક્શન
  • બધા મેસેજનો જવાબ ટાઈપ કરીને નહીં આપવો પડે
  • જાણો કોણ કરી શકે છે તેનો ઉપયોગ

WhatsAppમાં એક નવું ફીચર સામેલ કરવામાં આવ્યું છે,જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી.આ ફીચર છે મેસેજ રિએક્શન.યુઝર્સ ફેસબુક પોસ્ટ પર જોવા મળતી ઈમોજી રિએક્શનનો ઉપયોગ કરી શકશે.આ અપડેટ હમણાં જ કેટલાક બીટા યુઝર્સ સુધી પહોંચ્યું છે.આની મદદથી કેટલાક મેસેજ પર હા, ના અથવા હમ્મમ લખવાને બદલે યુઝર્સ ઈમોજીની મદદથી રિએક્શન પણ સામેલ કરી શકશે.

ગયા મહિને વોટ્સએપના લેટેસ્ટ ફીચર્સ પર નજર રાખનારી વેબસાઈટે વોટ્સએપ મેસેજ રિએક્શન વિશે માહિતી શેર કરી છે.આ સુવિધા હાલમાં વિકાસના તબક્કામાં છે.

Wabitinfo અનુસાર, કંપની આ ટેસ્ટિંગમાં 6 પ્રકારના ઈમોજીનો ઉપયોગ કરી રહી છે, જે લાઈક, લવ, લાફ, સરપ્રાઈઝ્ડ, સેડ અને થેંક્સના વિકલ્પમાં આવે છે.

આ સિવાય WhatsApp મલ્ટી-ડિવાઈસ લોગિન ફીચર પર પણ કામ કરી રહ્યું છે.આવનારા સમયમાં વોટ્સએપમાં ઘણા નવા ફીચર્સ જોવા મળશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code