1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જૂનીના એંધાણઃ ભાજપ-શિવસેના ફરી એકસાથે આવે તેવી શકયતા

મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જૂનીના એંધાણઃ ભાજપ-શિવસેના ફરી એકસાથે આવે તેવી શકયતા

0
Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં કંઈ નવા-જૂની થવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. જૂના મિત્રો હવે એકસાથે ફરીથી આવવાની તૈયારી કરી રહ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાજપથી અલગ થઈને કોંગ્રેસ અને એનસીપીની મદદથી સરકાર બનાવનારી શિવસેનાનું વલણ પોતાના જૂના મિત્ર ભાજપ તરફ નરમ પડી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે વાતના સંકેત બંને તરફથી જોવા મળી રહ્યાં છે.

ભાજપના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, તેમની પાર્ટી તથા પૂર્વ સહયોગી શિવસેના દુશ્મન નથી. જો કે, બંને વચ્ચે કેટલાક મુદ્દા ઉપર મતભેદ છે. રાજનીતિમાં કોઈ પરંતુ હોતું નથી. પૂર્વ મુખ્યમંત્રીને ફરી એકવાર શિવસેના સાથે જવાના સવાલ ઉપર આ જવાબ આપ્યો હતો. બંને ફરીથી સાથે આવવાની સંભાવના છે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય કરવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ અને શિવસેના દુશ્મન નથી, પરંતુ મતભેદ છે. સ્થિતિ અનુસાર યોગ્ય નિર્ણય લેવામાં આવશે. શિવસેનાએ વર્ષ 2019માં સાથે વિધાનસભાની ચૂંટણી લડી હતી. ચૂંટણીના પરિણામ બાદ તેમએ જેમની સામે ચૂંટણી લડ્યાં હતા તેમની સાથે હાથ મિલાવ્યાં હતા. કેન્દ્રીય તપાસ એજન્સીઓ કોર્ટના આદેશ અનુસાર મહારાષ્ટ્રના વિવિધ મામલાની તપાસ કરી રહી છે, તેમની ઉપર કોઈ રાજકીય દબાણ નથી.

તાજેતરમાં જ શિવસેનાના મુખ્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમારી વચ્ચે રાજકીય અને વેચારિક મતભેદ હોઈ શકે છે પરંતુ અમે સાર્વજનીક કાર્યક્રમમાં એક-બીજાની સામે આવીએ ત્યારે અભિવાદન જરૂર કરીએ છીએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code