
PFI પર NIA ની તવાઈ, અનેક લોકોની ધરપકડ – ગૃહમંત્રી અમિત શાહે કરી હાઈલેવલની મિટિંગ
- PFI પર NIAની કાર્યવાહી બાદ ગૃહમંત્રી અમિત શાહે બેઠક યોજી
- NIA સહીત જીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા હાજર રહ્યા
દિલ્હીઃ- આજે સવારે PFI પર NIA એ દરોડા પાડ્યા હતા અનેક લોકોની અટકાયત કરી હતી ત્યારે હવે આ ઘટના બાદ તાત્કાલિક કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગૃહ સચિવ, DG NIA સહિતના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. એનઆઈએની આગેવાની હેઠળની અનેક એજન્સીઓએ ગુરુવારે સવારે 11 રાજ્યોમાં એક સાથે દરોડા પાડ્યા હતા અને દેશમાં આતંકવાદને નાણાં પૂરા પાડવામાં કથિત રીતે સામેલ 106 પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા કાર્યકરોની ધરપકડ કરી છે.
અમિત શાહે યોજેયવી આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, રાષ્ટ્રીય તપાસ એજન્સીના મહાનિર્દેશક દિનકર ગુપ્તા સહિતના ટોચના અધિકારીઓએ એ ભાગ લીધો હતો.
આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે કે પીએફઆઈ અને તેની સાથે જોડાયેલા સંગઠન એસડીપીઆઈ પર દરોડા દરમિયાન કયા પુરાવા મળ્યા છે અને તેમની સામે શું કાર્યવાહી થઈ શકે છે. IB દ્વારા આપવામાં આવેલા ઈનપુટ્સ અને કડક તપાસના આધારે આજે સવારથી દેશભરના 13 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા અને અનેક લોકરોની ધરકપડ કરાઈ છે.
તમામ રાજ્યોની પોલીસ પણ બુધવાર રાતથી સક્રિય હતી.હવે આ મિટિંગમાં સરકાર એક પ્લાન બનાવી રહી છે કે ભવિષ્યમાં આ સંગઠન સામે કયો કડક નિર્ણય લેવામાં આવે. આ સંગઠન પોતાને ધાર્મિક અને સામાજિક કાર્યકર તરીકે વર્ણવે છે, પરંતુ દેશમાં અનેક હત્યાઓ અને ઉગ્રવાદી ઘટનાઓ સાથે તેની લિંક હોવાની આશંકા છે,ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી શાહે દેશભરમાં આતંકવાદના શકમંદો અને પીએફઆઈ કાર્યકરો સામે કરવામાં આવેલી કાર્યવાહીની જાણ લીધી હોવાની શક્યતાઓ છે.ઉલ્લેખનીય છે કે આજે સવારથી જ ઉત્તર પ્રદેશ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુ સહિત અન્ય રાજ્યોમાં PFI વિરુદ્ધ મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે.જેને લઈને આ બેઠક તાત્કાલિક બોલાવામાં આવી હતી.