
ગુજરાતમાં સોલાર અને વીન્ડ પાવર પ્લાન્ટને કારણે વીજસંકટ ઊભું થયું નથી : મંત્રી કનુભાઇ દેસાઇ
અમદાવાદઃ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ.(જેટકો) દ્વારા વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ખાતે ૬૬ કે.વી. ના સબસ્ટેશનની ભૂમિપૂજનવિધિ રાજયના નાણાં, ઉર્જા અનેપ્રેટોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇએ વલસાડના સાંસદ ર્ડા. કે. સી.પટેલ, ધારાસભ્ય ભરતભાઇ પટેલ અને જેટકો વડોદરાના એમ. ડી. ઉપેન્દ્ર પાંડે અને મુખ્ય ઇજનેર કે. આર. સોલંકીની ઉપસ્થિતિમાં કરી હતી.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં રશિયા અને યુક્રેનના યુધ્ધને લીધે ગેસ આધારિત પાવર પ્લાન્ટ દેશમાં બંધ છે ત્યારે ગુજરાતે સતત વીજપુરવઠો લોકોને આપીને એક સિધ્ધિ હાસંલ કરી હતી. આખા દેશમાં વર્ષમાં માથાદીઠ 1130 વીજ યુનિટ વપરાય છે જયારે ગુજરાતમાં માથાદીઠ 2100 વીજ યુનિટનો વીજવપરાશ થાય છે. જે ગુજરાતનો વિકાસ દર્શાવે છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ તત્કાલીન સમયમાં ગુજરાતમાં વીજ પાવર પ્લાન્ટના વિકલ્પ તરીકે સોલાર અને વીન્ડ પાવર પ્લાન્ટ સ્થાપીને તેમની આગવી કોઠાસૂઝ દાખવી હતી. જેના પરિણામે હાલમાં ગુજરાતમાં 3000 મેગાવોટ સોલાર પ્લાન્ટથી અને 3000 મેગાવોટ વીન્ડ પ્લાન્ટ મળી કુલ 6000 મેગાવોટ વીજળી ઉત્પાદન થાય છે. વડાપ્રધાનએ સાગરમાલા પ્રોજેકટ અન્વયે જળપરિવહન વ્યવસ્થા અમલીકરણની દિશામાં પ્રગતિ થઇ રહી છે તેનો ઉલ્લેખ કર્યો હતો. દક્ષિણ ગુજરાતમાં જેટીના જે પ્રશ્નો છે તે તબક્કાવાર હલ કરાશે.
આ સબસ્ટેશનનું 4900 ચો. મી. નું તૈયાર થશે. જેની સ્થાપિત ક્ષમતા 30 એમ. વી. એ. ની છે. જેમાંથી 11 કે. વી. ના 4 ફીડરો રહેશે. જે પૈકી 3 જયોતિગ્રામ અને 1 ખેતીવાડી ફીડર રહેશે. આ સબસ્ટેશનથી લીલાપોર, ભદેલી દેસાઇ પાર્ટી અને ભદેલી જગાલાલા ગામના 2526 ગ્રાહકોને તેનો લાભ મળશે જે પૈકી 2053 રહેણાંક, 269 વાણિજયક, 68 ઔદ્યગિક, 11 વોટર વકર્સ, 29 સ્ટ્રીટલાઇટ અને 96 ખેતીવિષયક રહેશે.
વલસાડના સાંસદ ર્ડા. કે. સી. પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, નાની દાંતી ગામે રૂા. 110 કરોડની પ્રોટેકશન વોલ બનાવવા માટે ભારત સરકારમાંથી સૈધ્ધાંતિક મંજૂરી મળી છે. એટલે નાની દાંતી ખાતે પ્રોટેકશન વોલ બનવાથી દરિયા ધોવાણનો પ્રશ્ન હલ થશે અને ગામલોકોને રાહત થશે. નલ સે જલ યોજના અન્વયે કાંઠાવિસ્તારના લોકોને ઘરે બેઠા આવનારા સમયમાં પાણી મળશે.