લીબું જ નહી પરંતુ લીંબુની છાલનો પણ અનેક રીતે થાય છે યૂઝ – ત્વચાથી લઈને હેલ્થને સુધારવામાં કરે છે મદદ
- લીબું કરતા પણ પોષક યૂક્ત છે લીબુંની છાલ
- લીબુંની છાલથી અનેક રોગો મટે છે
- લીબુંની છાલ વાળું પાણી પીવાથી વજન પણ ઘટે છે
- હ્દયને લગતી સમસ્યામાં પણ લીબુંની છાલ ઉપયોગી છે
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે લીબુંનું સેવન આરોગ્ય માટે ખૂબજ ઉપયોગી છે ,લીબુંનું સેવન અનેક બીમારીમાં રાહત આપે છે, લીબું શરબતથી એનર્જી જળવાઈ રહે છે , પણ આ તો વાત થઈ લીબુંની, પણ શું તમે જાણો છો ,જે રીતે લીબું સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તેજ રીતે લીબુંની છાલ પણ આરોગ્ય માટે ફાયદા કારક છે, આરોગ્યને લગતી સમસ્યામાં લીબુંની છાલ ખૂબજ મહત્વ ઘરાવે છે, તેની છાલમાં પણ વિટામીન સી સમાયેલું હોય છે.લીબુંની છાલ વજન ઘટાડવાથી લઈને ત્વચાને સુંદર બનાવા માટે ઉપયોગમાં લેવાય છે.તો ચાલો જાણીએ છાલ કઈ કઈ રીતે ઉપયોગી છે.
જાણો લીબુંની છાલના જૂદા-જૂદા ઉપયોગ અને તેના ફાયદાઓ જોઈે
વોમિટ માટે
જે લોકોને ઉલટચી થતી હોય તે લોકોએ લીબુંની છાલને સુકવીને તેનો પાવડર બનાવી તેમાં સંચળ મિક્સ કરીને સ્ટોર કરી લેવો જ્યારે પણ ટ્રાવેલિંગમાં હોવ અને ઉલટી જેવું લાગે ત્યારે તે પાવડરનું સેવન કરવું,તેનાછી ઉલટી થતી મટે છે.
સ્તવચા માટે
ત્વચાને સુંદર બનાવવા માટે કરવામાં આવે છેલીંબુની છાલમાં ખૂબ રિફ્રેશિંગ સુંગધ આવે છે અને તેને રાખવાથી કીડી અને મચ્છર પણ આવતા નથી.
હાડકા માટે
લીંબુની છાલ હાડકાંને મજબૂત બનાવા માટે ખૂબફાયદા કારક છે. તે શરીરમાં કેલ્શિયમની માત્રાને પૂરી કરે છે,જેથી તમે લીબુંની છાલનું સેવન કરી શકો છો.લીંબુના રસ ની તુલનામાં તેના છાલા માં વિટામીન સી અને એ, બીટા કેટોરીન, ફોલેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ વધારે હોય છે.
વજન ઘટાડવા માટે
આ સાથે જ લીંબની છાલ વજન ઘટાડવામાં પણ મદદરુપ બને છે, કારણ કે તેમાં પેપ્ટિન મળી આવે છે જે વજન ઘટાડે છે. વજન ઓછું લીંબુની છાલને પાણઈમાં ઉકાળીને તેનું સેનવ કરવામાં આવે તો વજન ઉતારવામાં મદદ મળે છે.રોજ સવારે ખાલી પેટે આ પાણીનું સેવન કરવું જોઈએજો તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ખૂબ વધારે થઇ ગયો હોય તો તમે લીંબુની છાલનો ઉપયોગ કરો, તેમાં પોલીફિનોલ ફ્લેવોનોયડ હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછો કરે છે.
મોઢાની દૂર્ગંઘ દૂર કરવા માટે
જે લોકોના મોઢામાં કાય દુર્ગંધ આવતી હોય તે લોકોએ લીબુંની છાલને પાણીમાં ઉકાળી તેનાથી કોગળા કરવાનું રાખવું જોઈએ તેનાથી આ સમસ્યામાંથી છૂટકારો મળે છે.
હાર્ટને લગતી સમસ્યા માટે
હાર્ટને લગતી સમસ્યાઓમાં પણ લીબુંની છાલ ઉપયોગી સાબિત થાય છે,લીંબુની છાલમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી બ્લડપ્રેશર યોગ્ય થઇ જાય છે અને હદયની ક્રિયાવિધી પર પણ સકારાત્મક પ્રભાવ પડે છે જેથી હાર્ટને લગતી સમસ્યાઓ દૂર થાય છે..
કમજોરી દૂર કરવા માટે
લીબુંની છાલને ઉકાળીને તે પાણી દિવસ દરમિયાન પણ પીવું જોઈએ તેનાથી કમજોરી દૂર થાય છે. લીંબુ પેક્ટીન ફાઈબરથી સમૃધ્ધ હોવાને કારણે ભૂખ ઓછી લગાડે છે. જેનાથી વજન ઘટે છે.