
શરીરને તંદુરસ્ત રાખવામાં શાકભાજી જ નહી તેની છાલ પણ મહત્વનો ભાગ ભજવે છે, આ શાકભાજીની છાલ હેલ્થ માટે ગુણકારી
- ફળ અને શાકભાજીની છાલ પણ ગુણકારી હોય છે
- અનેક પોશત તત્વોથી ભરપુર હોય છે છાલ
શાકભાજી અને ફળો ખૂબ જ ગુણકારી લહોય છે જો ઘણી વખત આપણે શાકભાજી ફળોની છાલ ફેકી દેતા હોય છે, પણ તમે નહી જાણચા હોવ કે ફળો અને શાકભાજીની જેમ જ છાલમાં પણ ઘણા ગુણો સમાયેલા હોય છે,જે આપણા શરીર માટે ખૂબ જરુરી હોય છે.
કેટલાક શઆકભઆજી-ફળોની છાલમાં વિટામીન,આયર્ન,જેવા ખનીજ તેમાં પુરતા પ્રમાણમાં હોય છે જો તેને ખાવામાં આવે તો ઘણા ફાયદાઓ થાય છે,તો ચાલો જાણીએ કે આ ફળો અને શાકભઆજીની છાલમાં કયા ઔષઘિ ગુણો હોય છે.
ટામેટા, કાકડી, મૂળા અને ટામેટા જેવી શાકભાજી જેનો સલાડમાં વધુ ઉપયોગ થાય છે, તેનો ઉપયોગ પણ મોટાભાગે લોકો છાલ કાઢીને કરે છે.જો કે આમ ન કરવું જોઈએ કારણ કે તેની છાલમાં અનેક ગુણો સમાયેલા છે,
શક્કરીયા – શક્કરિયાના છોતરામાં પણ ફાઇબર, બીટા-કેરોટીન, વિટામીન સી, વિટામિન ઈ, ફોલેટ, પોટેશિયમ અને આયરન જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જેમાં હાજર બીટા એન્ટીઑક્સિડેન્ટ આંખોની રોશનીમાં સુધારો અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.
આપણે વાત કરીએ કોળાની છાલમાં આયર્ન, વિટામિન A, પોટેશિયમ પણ વધુ માત્રામાં જોવા મળે છે. જો કે લીલું કોળું મોટાભાગના ઘરોમાં છોલ્યા વગર જ બનાવવામાં આવે છે, પરંતુ પીળા કોળાની છાલ થોડી જાડી હોવાથી લોકો તેની છાલ કાઢી નાખે છે.
જામફળ અને નાસપતી જેવા ફળો પણ છોલીને ખાવાનું પસંદ કરે છે, જો કે આ ફળોની છાલ ન માત્ર વધુ પોષણ આપે છે, પરંતુ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ અને ચયાપચયને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે
આ સાથે જ સૌથી ફેવરીટ ગણાતા ફ્રૂટ સફરજનની છાલમાં ફાઈબહોય છે, જ્યારે તેમાં ક્વેર્સેટિન નામનું એન્ટી-ઓક્સીડેન્ટ પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એ જ રીતે નાશપતી અને જામફળની છાલ પણ વિટામિન-સી અને એન્ટી-ઓક્સિડન્ટ્સ સહિત અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે.