
ભારતની ગુગલને સૂચનાઃ ઓનલાઈન સટ્ટાબાજી વાળી જાહેરાતો પર પ્રતિબંધ લગાવો
- ગુગલને ભારતે ચેતવ્યું
- ઓનલાઈન સટ્ટાબાજીવાળી જાહેરાત બેન કરવા કહ્યું
દિલ્હીઃ- આજકાલ ઓનલાઈન ગેમ્સનું ચલમ વધી રહ્યું છે બાળકોથી લઈને મોટાઓ ઓનલાઈન ગેમ્સનો શિકાર બની રહ્યા છે તો કેટલાક લોકો ઓનલાઈન ગેમ્સમાં સટ્ટાબાજી કરી રહ્યા છે ત્યારે હવે આ મમાલે ગુગલ પર આવતી જાહેરાતો સામે ભારત સરકારે કડક સૂચના આપી છે ભારતે આ બાબતે ગુગલને ચેતવણી આપી દીધી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતે ગૂગલને ઓનલાઈન સટ્ટાબાજીનો પ્રચાર કરતી વિદેશી કંપનીઓની જાહેરાતોને બ્લોક કરવા જણાવ્યું છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્ર એ આપેલી જાણકારી પ્રમાણેગૂગલને જારી કરાયેલા પત્રમાં ઓનલાઈન જુગાર કંપનીઓ ફેરપ્લે, પરિમેચ, બેટવે અને યુટ્યુબની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જાહેરાતો રોકવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ હવે ભારતને ફેક ન્યૂઝથી બચાવવા માટે ગૂગલ વીડિયો દ્વારા એલર્ટ કરશે.
આ પહેલા એજન્સી દ્વારા સરકારી દસ્તાવેજો અને ત્રણ સ્ત્રોતોને ટાંકીને 4 ડિસેમ્બરે રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “3 ડિસેમ્બરે જારી કરાયેલ એડવાઈઝરી પછી, ટીવી ચેનલો અને ઓટીટી પ્લેટફોર્મ્સે ઓનલાઈન જુગારની પ્રત્યક્ષ અને પરોક્ષ જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે પરંતુ અમારા ધ્યાનમાં આવ્યું છે કે યુટ્યૂબ અનેગુગલ આવી જાહેરાતો પ્રસારિત કરી રહ્યા છે.”