
હવે માસ્ક પણ બન્યા ફેશન- યુવતીઓ કપડા સાથે માસ્ક પણ કરે છે મેચિંગ
- કપડા સાથે મેચિંગ માસ્કનો ડ્રેન્ડ
- યુવતીઓ પોતાના પોષાકના મેચિંગના માસ્ક પહેરે છે
- લગ્ન પ્રસંગોમાં વર્ક વાળા માસ્કની ફેશન
સમગ્ર દેશમાં વિતેલા વર્ષના માર્ચ મહિનાથી કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે આ મહામારીમાં માસ્ક આપણો જરુરી હથિયાર બન્યું છે, ઘરની બહાર નિકળતા વખતે ભલે કંઈ પણ ભૂલી જતા હોય પણ હવે માસ્ક પહેરવાનું આપણે કદી ભુલતા નથી, શરુઆતમાં મેડિકલમાં મળતા માસ્ક લોકો પહેરતા હતા પરંતુ જેમ જેમ કોરોનાકાળ આગળ વધતો ગયો તેમ તેમ માસ્કમાં પણ અવનવી ડિઝાઈન અને ફેશન આવતી ગઈ.
હવે કોરોનાના સમયમાં યૂવતીઓ પોતાના કપજા સાથે મેચિંગ માસ્ક પહેરતી થઈ છે, જો લગ્ન પ્રસંગમાં યબલે 20 થી 50 લોકોને આમંત્રિત કર્યા હોય પરંતુ પોતાની સાડી કે ચોલી જે કલર કે કપડજાની હોય તેના મેચિંગનું માસ્ક યુવતીઓ પહેરતી જોવા મળી રહી છે,
તો બીજી તરફ બ્રાન્ડેડ કપડામાં કપડાના મેચિંગનું માસ્ક હવે ફ્રીમાં આ
પવામાં આવે છે, જેથી કરીને જ્યારે પણ તે કપડા પહેરીએ ત્યારે તેના મેચિંગનું માસ્ક પહેરી શકીએ.
હવે લગ્ન પ્રસંગમાં મોતીથી ભરેલા માસ્કથી લઈને ડિઝાઈનર માસ્કની ફેશન જોવા મળી રહી છે, આ સમગ્ર બાબત પરથી એક વાત ચોક્કસ કહેવી રહે કે ગુજરાતીઓ મહામારીને પણ ઉત્સવમાં બદલી નાખે છે, લોકો હવે પોતાના કપડા સાછથે મેચિંગ માસ્ક પહેરીને રસ્તાઓ પર આવતા જતા લોકોનું આકર્ષણ બની રહ્યા છે,જેમાં ખાસ યુવતીઓ મોખરે જોવા મળે છે, જીસ્ટ ટી શર્ટ પર પમ યુવતીઓ મેચિંગ કાપડના માસ્ક પહેરે છે,જાણે હવે માસ્ક જરુરીયાતની સાથે સાથે એક ફેશન પણ બની ચૂકી છે.