![હવે ટ્વિટર આ પ્રકારના એકાઉન્ટસ કરી દેશે બંધ,એલન મસ્કની જાહેરાત](https://www.revoi.in/wp-content/uploads/2023/05/19.jpeg)
- એલન મસ્કની જાહેરાત
- ટ્વિટ લાંબા સમયથી બંધ પડેલા ખાતાઓ બંધ કરશે
દિલ્હી- જ્યારથી એલન મસ્ક દ્રારા ટ્વિટરની માલિકી ખરીદી લેવામાં આવી છએ ત્યારથી ટ્વિટર હંમેશા ચર્ચાનો વિષ્ય બન્યું છે.ત્યાર બાદ ટ્વિટરે અનેક બદલાવ કર્યા છે ત્યારે હવે ફરી એક વખત ટ્વિટરની માલિકી ઘરાવતા એલન મસ્કે લાંબા સમયથી બંધ પડેલા ટ્વિટર એકાઉન્ટને લઈને મહત્વની જાહેરાત કરી છે
પ્રાપ્ત વિગત પ્રમાણે માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર એ નિષ્ક્રિય ખાતાઓને દૂર કરવાનો નિર્ણય લીધો છે. ટ્વિટરના સીઈઓ એલોન મસ્કે વિતેલા દિવસને સોમવારે ટ્વીટ કર્યું હતું કે વર્ષોથી નિષ્ક્રિય રહેલા એકાઉન્ટને હવે હટાવી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ટ્વિટર પર આવા હજારો એકાઉન્ટ છે, જેના પર કોઈ પોસ્ટ કરવામાં આવતી નથી.કેટલા સમયથી એકાઉન્ટ માત્ર બનાવીને રાખવામાં આવ્યું હોય પરંતુ તેના પર કોી પણ પ્રકારની અપડેટ હોતી નથી હવે આવા એકાઉન્ટ બંધ થઈ જશે.
We’re purging accounts that have had no activity at all for several years, so you will probably see follower count drop
— Elon Musk (@elonmusk) May 8, 2023
આ મામલે એલન મસ્કે ટ્વિટ કરીને કહ્યું હતું કે જે ટ્વિટર યુઝર્સ તેમના એકાઉન્ટનો નિયમિત ઉપયોગ નથી કરતા તેઓ તેમના ફોલોઅર્સની સંખ્યામાં ટૂંક સમયમાં ઘટાડો જોઈ શકે છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટૂંક સમયમાં કોઈ પ્રવૃત્તિ વગરના એકાઉન્ટને ડિલીટ કરવાનું શરૂ કરશે.વધુમાં એલન મસ્ક દ્રારા એમ પણ કહેવામાં આવ્યું છે કેટ્વિટરની નીતિ અનુસાર, વપરાશકર્તાઓએ તેમના એકાઉન્ટને કાયમી ધોરણે બંધ થવાથી રોકવા માટે મહિનામાં ઓછામાં ઓછા એક વખત તેમના એકાઉન્ટમાં લોગિન કરવું જરૂરી છે.
આ અગાઉ આ મહિનાની શરૂઆતમાં, મસ્કે નેશનલ પબ્લિક રેડિયોના 52 ટ્વિટર એકાઉન્ટ્સ અન્ય કંપનીને સોંપવાની ધમકી આપી હતી કારણ કે આ એકાઉન્ટ્સે ટ્વિટર ફીડ પર સામગ્રી પોસ્ટ કરવાનું બંધ કરી દીધું હતું. આપણે સૌ જાણીએ છે તેમ ટ્વિટરે ગયા મહિને સેલિબ્રિટીઓ, પત્રકારો અને અગ્રણી રાજકારણીઓ સહિત હજારો લોકોના એકાઉન્ટમાંથી ફ્રી બ્લુ ટિક હટાવી દીધી હતી,કારણ કે જાહેરાત બાદ પણ તેઓએ પેમેન્ટની ચૂકવણી કરી નહતી ત્યારે હવે આ પ્રકારના એકાઉન્ટ પણ બંધ થશે જે માત્ર ખાલી બનાવીને પડ્યા છે.