1. Home
  2. ગુજરાતી
  3. ભગવાન શ્રી રામનું ઓડિયા ભક્તિ ભજન “અયોધ્યા નગરી નાચે રમણકુ પાઈ” PM મોદીએ શેર કર્યું
ભગવાન શ્રી રામનું ઓડિયા ભક્તિ ભજન “અયોધ્યા નગરી નાચે રમણકુ પાઈ” PM મોદીએ શેર કર્યું

ભગવાન શ્રી રામનું ઓડિયા ભક્તિ ભજન “અયોધ્યા નગરી નાચે રમણકુ પાઈ” PM મોદીએ શેર કર્યું

0
Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમિતા અગ્રવાલ દ્વારા ગવાયેલું, સરોજ રથ દ્વારા સંગીતબદ્ધ  ભગવાન શ્રી રામનું ઓડિયા ભક્તિ ભજન “અયોધ્યા નગરી નાચે રમણકુ પાઈ” શેર કર્યું છે. X પોસ્ટમાં પીએમએ કહ્યું હતું કે, “ભારતના દરેક ભાગમાં પ્રભુ શ્રી રામ પ્રત્યે ભક્તિ છે. દરેક ભાષામાં પણ તમને તેમને સમર્પિત અનેક ભજનો જોવા મળશે. આવો જ એક પ્રયાસ છે ઓડિયામાં…

અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તા. 22મી જાન્યુઆરીના રોજ રામલલા મંદિરમાં બિરાજમાન થશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશ રામમય બન્યો છે. બીજી તરફ જાણીતા ગાયકો દ્વારા ભગવાન શ્રી રામના ભજનો રેકોર્ડ કરવામાં આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે ભજનોને પોતાની સોશિયલ મીડિયા સાઈટ ઉપર શેર કરી રહ્યાં છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code