
ઓહ આશ્ચર્યઃજાણો 16 હજાર રુપિયો કિલો વેચાતી આ ખાસ દેશની સૌથી મોંધી મીઠાઈ વિશે
- દેશની સોથી મોંઘી મીઠાઈ
- મીઠાઈનો એક ટૂકડો રુપિયા 800મા વેચાઈ છે
આપણે સૌ કોઈ સ્વિટ ખાવાના શોખીન હોઈએ છે, ભારત દેશમાં મોટાભાગની સ્વિટ વખાણાઈ છે, દેશના જૂદા જૂદા રાજ્યોની એક ખાસ સ્વિટ હોય છે,અને સ્વિટ 100 રુપિયા કિલોથી લઈને હજારો રુપિયે કિલો સુધી વેચાતી હોય છે, આજે વાત કરીશું દેશમાંમ સોથી મોંધી વેચાતી મીઠાઈ વિશે, જેની કિમંત હજારો રુપિયામાં હોય છે.
દેશની આ મોંઘી મીઠાઈ દેશની રાજઘાની દિલ્હીમાં મળી રહી છે, જેની પર કિલોગ્રામ કિમંત સાંભળીને તમે ચોંકી જશો. આ મીઠાઈની કિંમત 16 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.જો કે મીઠાઈનો દેખાવ તદ્દન સામાન્ય છે.આ મીઠાઈના માત્ર એક પીસ 800 રુપિયાનો હોય છે.જો કે આ મીઠાઈની ખાસ વિશેષતાો તો છે તો ચાલો જાણઈએ એવું તો શું છે આ મીઠાઈમાં કે 16 હજાર રુપિયે કિલો વેચાઈ રહી છે.
તાજેતરમાં જ આ મીઠાઈ સોશિયલ મીડિયા પર ઘૂમ મચાવતી હતી આ મિઠાઇની તસવીર વાયરલ થઈ છે. આ મિઠાઇનું નામ ‘ગોલ્ડ પ્લેટેડ’ મિઠાઇ છે.મીઠાઈની બનાવટ ખૂબ જ ખાસ હોય છે તેમાં ભરપુર પ્રમાણમાં ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
આ સાથે જ આ મીઠાઈમાં ખઆસ 24 કેરેટ ગોલ્ડની પરત પણ ચઢાવવામાં આવે છે જેને લીને તેની કિમંત વધી જાય છે,આ મીઠાઈ દિલ્હીના મોજપુર સ્થિત શગુન સ્વિટ્સ દ્રારા બનાવામાં આવે છે
આ મીઠાઈ સૌ પ્રથમ એક ગ્રાહકની માંગણી પર સ્પેશિયલ બનાવામાં આવી હતી,શગુન સ્વિટ્સના માલિકનું નામ છે મુકેશ બંસલ અને નીતિન બંસલ, તેમણે એક મીડિયા સાથે વાતચીત કરતા વખતે કહ્યું કે એક વયકત એક કસ્ટમરે આ પ્રકારની મોઁધી મીઠાઈ બનાવાનો ઓર્ડ આપ્યો હતો અને તેમના કહેવા પર આ મીઠાઈ અમે બનાવી હતી ત્યારથી આ મીઠાઈ ખૂબ ફેમસ બની ગઈ તેની કિંમતને લઈને તે સોશિયલ મીડિયા પર પણ છવાઈ ગઈ.આ મીઠાઈ બનાવતા એક મહિના જેટલો સમય લાગ્યો હતો.
દુકાનના માલિકોને પહેલા ડર હતો કે આ મીઠાઈ વેચાકે નહી પરંતુ આ મીઠાઈની માંગ વઘી અને તે ખૂબ વેચાવા પમ લાગી હતી,ઘણા લોકોએ આ મિઠાઇને ખૂબ પસંદ કરી અને તેની ડિમાન્ડ વધી,એક કિલો મીઠાઈમાં 20 થી 21 પીસ આવે છે એટલે જો આમ જોવા જઈએ તો એક પીસની કિમંત 800 રુપિયા જેટલી થી કહેવાય.