1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઓખા-હાવડા અને પોરબંદર-હાવડાનો રૂટ્સ લંબાવાયો, 2022થી બન્ને ટ્રેનો શાલીમાર સુધી દોડશે
ઓખા-હાવડા અને પોરબંદર-હાવડાનો રૂટ્સ લંબાવાયો, 2022થી બન્ને ટ્રેનો શાલીમાર સુધી દોડશે

ઓખા-હાવડા અને પોરબંદર-હાવડાનો રૂટ્સ લંબાવાયો, 2022થી બન્ને ટ્રેનો શાલીમાર સુધી દોડશે

0
Social Share

અમદાવાદઃ ઓખા-હાવડા અને પોરંબંદર હાવડા ટ્રેન વર્ષોથી દોડી રહી છે. પરંતુ હવે આ ટ્રેનો હાવડાને બદલે શાલીમાર જશે એટલે બન્ને ટ્રેનો ઓખા-શાલીમાર અને પોરંબંદર – શાલીમાર રૂટ્સ તરીકે ઓળખાશે જાન્યુઆરી 2022 થી હાવડાને બદલે શાલીમાર  સ્ટેશનથી  દોડાવાશે. આ બંને ટ્રેનોને સંતરાંગાક્ષી  સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ બંને ટ્રેનો ઓખા/પોરબંદરથી શાલીમાર સ્ટેશન જશે અને પરત  શાલીમાર સ્ટેશનથી પણ રવાના થશે. અન્ય સ્ટેશનોના સમયમાં કોઈ ફેરફાર નથી.

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 02905 ઓખા – શાલીમાર સ્પેશિયલ (જૂની ટ્રેન ઓખા – હાવડા) 16 જાન્યુઆરી, 2022 થી હાવડાને બદલે ઓખાથી શાલીમાર જશે. આ ટ્રેન ત્રીજા દિવસે સવારે 02.55 વાગ્યે સંતરાગાક્ષી પહોંચશે અને સવારે 03.20 વાગ્યે શાલીમાર પહોંચશે. પરત દિશામાં, ટ્રેન નં. 02906 શાલિમાર-ઓખા સ્પેશિયલ (જૂની ટ્રેન હાવડા-ઓખા) 18 જાન્યુઆરી, 2022 થી હાવડાને બદલે શાલીમારથી ઓખા જશે. આ ટ્રેન 21.05 કલાકે શાલીમારથી ઉપડશે, તે જ દિવસે 21.13 કલાકે સંતરાગાક્ષી પહોંચશે અને બીજા દિવસે ઓખા પહોંચશે.

ટ્રેન નં. 09205 પોરબંદર – શાલીમાર સ્પેશિયલ (જૂની ટ્રેન પોરબંદર – હાવડા) 13 જાન્યુઆરી, 2022 થી પોરબંદરથી હાવડાને બદલે શાલીમાર જશે. આ ટ્રેન ત્રીજા દિવસે સવારે 02.55 વાગ્યે સંતરાંગાક્ષી અને 03.20 વાગ્યે શાલીમાર પહોંચશે. બદલાની દિશામાં ટ્રેન નંબર 09206 શાલિમાર-પોરબંદર સ્પેશિયલ (જૂની ટ્રેન હાવડા-પોરબંદર) 15 જાન્યુઆરી, 2022 થી હાવડાને બદલે, શાલીમારથી પોરબંદર રવાના થશે. આ ટ્રેન શાલીમારથી રાત્રે 21.05 વાગે ઉપડશે. સંતરાંગાક્ષી ત્રીજા દિવસે તે જ દિવસે 21.13 કલાકે પોરબંદર પહોંચશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code