Nationalગુજરાતી

5,10 અને 100ની જૂની નોટો એપ્રિલ મહિનાથી રદ કરાશે: રીઝર્વ બેંકે આપી માહિતી

  • ફરી આવી નોટ બંધી
  • રીઝર્વ બેંકે આપી માહિતી
  • 5,10 અને 100 ની જૂની નોટો એપ્રિલ મહિનાથી રદ કરાશે

મોદી સરકારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી લાગુ કરી હતી. આ નોટબંધીમાં 500 અને 1000 રૂ.ની જૂની નોટો પરત ખેંચી લેવામાં આવી હતી અને નવી ચલણી નોટો જાહેર કરવામાં આવી હતી. ત્યારે હવે ફરી નોટબંધી થઇ રહી છે. 5,10 અને 100 રૂપિયાની જૂની નોટોને લઈને આરબીઆઈ દ્વારા એક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ માર્ચ-એપ્રિલ પછી આ બધી જૂની નોટો ચલણમાંથી બહાર થઈ જશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજર બી.મહેશ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ખરેખર,આરબીઆઇએ માહિતી આપી છે કે. તે આ જૂની નોટોની સીરીઝ પાછી ખેંચવાની યોજના પર કામ કરી રહી છે.5,10 અને 100 રૂપિયાની જૂની નોટોના બદલામાં નવી નોટો પહેલેથી જ ચલણમાં આવી ગઈ છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ 2019 માં 100 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી હતી. હકીકતમાં જૂની નોટબંધીમાં જે રીતે 500 અને 1000 ની નોટો બંધ કરવા પર અફરાતફરી મચી હતી.એટલા માટે હવે આરબીઆઈ અચાનક કોઈ જૂની નોટ બંધ કરવા માંગતી નથી, તેથી પહેલા બજારમાં તે મૂલ્યની નવી નોટ સર્ક્યુલેશનમાં લાવવામાં આવે છે. તેના ચલણમાં સંપૂર્ણ રીતે આવ્યા પછી જ જૂની નોટને ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે.

10 રૂપિયાના સિક્કાને લઈને બજારમાં ઘણી અફવાઓ ફેલાયેલી છે કે, તે માન્ય નથી. જે સિક્કાઓ પર રૂપિયાનું ચિહ્ન નથી. ઘણા વેપારીઓ અથવા નાના દુકાનદારો તેમને લેવાનો ઇનકાર કરે છે. આ અંગે આરબીઆઈનું કહેવું છે કે, આ બેંક માટે સમસ્યાની વાત છે.તેથી બેંક સમય-સમય પર આવી અફવાઓથી બચવા માટે સલાહ જારી કરે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2019 માં 100 રૂપિયાની નોટો જારી કરી હતી,ત્યારે તે સ્પષ્ટ થઈ ગયું હતું કે, અગાઉની તમામ 100 રૂપિયાની નોટો કાનૂની ટેન્ડર તરીકે પણ ચાલુ રહેશે. આ ઉપરાંત કેન્દ્રીય બેંકે 8 નવેમ્બર 2016 ના રોજ નોટબંધી બાદ 2,000 રૂપિયા સિવાય 200 રૂપિયાની નોટ જારી કરવામાં આવી હતી.

-દેવાંશી

Related posts
SPORTSગુજરાતી

હવે એબી ડિવિલિયર્સ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી, ક્રિકેટ ફેન્સમાં નારાજગી

એબી ડિવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની અટકળોનો આવ્યો અંત હવે એબી ડિવિલિયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી સંન્યાસ બાદ એબી ડિવિલિયર્સ હવે મેદાન…
Regionalગુજરાતી

તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળીને ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યુઃ કુલ 9ના મોત

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સમીસાંજ બાદ પાટણમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.તેમજ બનાસકાંઠાંમાં…
ENTERTAINMENTગુજરાતી

ફિલ્મોમાં માતાનો અભિનય કરનારી અભિનેત્રી રીમા લાગુની પુણ્યતિથીઃ કેરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી

મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં માતાનો અભિનય કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી રીમા લાગુની આજે પુણ્યતિથી છે. વર્ષ 2017માં આજના જ દિવસે હાર્ટ એટેકથી તેમનું…

Leave a Reply