
તમિલનાડુમાં ઓમિક્રોનનો રાફળો ફાટ્યો – એક સાથે આ વેરિએન્ટના નોંધાયા 33 કેસ
- તામિલનાડુમાં ઓમિક્રોનનો ભયાનક કહેર
- એક સાથે 33 કેસ નોંધાતા ચિંતા વધી
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, આ સાથે જ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે, દેશભરમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધી રહી છે ત્યારે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જે પ્રમાણે દેશના રાજ્ય તમિલનાડુમાં એક સાથે ઓમિક્રોનના 33 કેસ આવતા હડકંપ મચી જવા પામી છે.આ અંગે તંત્રમાં દોડઘામ મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજ રોજ ગુરુવારે, તમિલનાડુમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 33 નવા કેસ નોંધાયા હતા. કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળતા લોકોના જીનોમ સિક્વન્સિંગ બાદ આ કેસો સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને 34 થઈ ગઈ છે. ગુરુવાર પહેલા માત્ર આ વેરિએન્ટનો એક જ કેસ નોંધાયો હતો.
આ સમગ્ર બાબતને લઈને આરોગ્ય મંત્રી એમએ સુબ્રમણ્યને જણાવ્યું હતું કે અમે પૃષ્ટિ મળી છે કે રાજ્યમાં એક સાથે ઓમિક્રોનના 33 કેસ નોંધાયા છે. આ બાબતે આજે સવારે આરોગ્ય સચિવ જે રાધાકૃષ્ણન સાથે પ્રેસને સંબોધતા સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે 33 કેસમાંથી 26 દર્દીઓ ચેન્નાઈમાં, ચાર મદુરાઈમાં, બે તિરુવન્નામલાઈમાં અને એક સાલેમમાં મળી આવ્યા છે. સુબ્રમણ્યમે કહ્યું કે તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર જોવા મળે છે અને હાલમાં તેઓ આઈસોલેશન હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે તમિલનાડુએ 15 ડિસેમ્બરે ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધ્યો હતો ત્યારે હવે આજના 33 કેસ સાથે આંકડો વધ્યો છે.એક સાથએ ઓમિક્રોનના 33 કેસ આવવાની દેશની આ પહેલી ઘટના હશે