
- 26 ફેબ્રુઆરીના રોજ ટ્રાન્સપોર્ટરો દ્વારા ચકકાજામ ક
- વેપારી નેતાઓ સંગઠનએ બંધનું એલાન કર્યું
દિલ્હીઃ- સમગ્ર દેશ કોરોના મહામારીથી ઊભરીને બહાર આવી રહ્યો છે વિતેલા વર્ષ દરમિયાન કોરોના સાથે સાથે અનેક આંદોલનએ પણ જોર પકડ્યુ છે ત્યારે હાલ પણ દેશમાં ખેડૂત ઉગ્ર આંદલન સાથે જોડાયો છે, તો હવે બીજી તરફ વેપારી વર્ગ અને નેતાઓ પણ એક દિવસ ભારત બંધમાં જોડાવાનો નિર્ણય લઈ કહ્યા છે.
સમગ્ર દેશભરમાં આવનારી 26 ફેબ્રુઆરીના રોજ વેપારી સંગઠનો કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા વસ્તુ તથા સેવા કરની જોગવાઇઓની સમીક્ષાની માંગણી કરતા 26 ફેબ્રુઆરીએ સમગ્ર ભારત બંધનું એલાન કર્યું છે.
આ દિવસે દેશભરમાં દરેક વ્યાવસાયિક બજારો બંધ રાખવામાં આવશે. દેશભરના અંદાજે 8 કરોડથી પણ વધુ વેપારી આ હડતાળમાં જોડાશે, કેટના નેતૃત્વમાં આવનારી 26 ફેબ્રુઆરીએ જીએસટીની જોગવાઇઓને પરત ખેંચવાના મામલે તથા ઇકોમર્સ કંપની એમેઝોન પર પ્રતિબંધ લગાવવાની માંગને વેપારી સંગઠનો દ્રારા ભારત બંધ રાખવામાં આવશે.
ભારત બંધ હેઠળ આવનારી 26 ફેબ્રુઆરીના રોજ ટ્રાન્સપોર્ટરો દ્વારા ચકકાજામ કરવામાં આવશે, ધ ફેડરેશન ઓફ ઓલ ઈન્ડીયા ટ્રેડર્સ દ્વારા અપાયેલા આ એલાનને ઓલ ઈન્ડીયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસીએશને ટેકો આપવાની પણ જાહેરાત કરી દીધી છે.આ સાથે જ બંધનું સમર્થન કર્યું છે. જેમાં ખાસ રીતે ઓલઈન્ડિયા એફએમસીજી ડ્રિસ્ટ્રીબ્યુટર્સ ફેડરેશન, ફેડરેશન ઓફ અલૂમિનિયીમ યુટેંસિલસ મેન્યુફેક્ચરસ્ એન્ડ ટ્રેડર્સ એસોશિયેશન, નોર્થ ઈન્ડિયા સ્પાઈસિક ટ્રેડર્સ એસોશિયેસન, ઓલ ઈન્ડિયા વુમેન એન્ટરપ્રિનિયર્સ એસોસિયેશન સહિતના સામેલ થયા છે.
આ સાથે જ તમામનું કહેવું છે કે, આ પ્રણાલીના કારણે અનેક વેપારીઓ ટેક્સમાં ગુંચવાયેલા રહે છે, આ સાથે જ અગમ્ય કારણો સર અથવા જાણ બહાર જો ટેક્સ મામલે ભૂલ થાય છે તો પણ દંડ ભરવો પડતો હોય છે,જેને લઈને આ સંગઠનો દ્રારા આ પ્રણાલીને સરળ બનાવવાની માંગ ઉઠવા પામી છે.
સાહિન-