1. Home
  2. ગુજરાતી
  3. જોહરા સહગલના જન્મદિવસ નિમિતે જાણો તેમની કેટલીક ખાસ વાતો, પાઈલોટ બનવાની ધરાવતા હતા ઈચ્છા
જોહરા સહગલના જન્મદિવસ નિમિતે જાણો તેમની કેટલીક ખાસ વાતો, પાઈલોટ બનવાની ધરાવતા હતા ઈચ્છા

જોહરા સહગલના જન્મદિવસ નિમિતે જાણો તેમની કેટલીક ખાસ વાતો, પાઈલોટ બનવાની ધરાવતા હતા ઈચ્છા

0
Social Share
  • જોહરા સહગલનો આજે જન્મદિવસ
  • બોલિવુડમાં એક્ટિંગથી બનાવ્યું પોતાનું નામ
  • પાઈલોટ બનવાનું હતુ સપનું

મુંબઈ : જોહરા સહગલનો જન્મ વર્ષ 1912માં ઉત્તરપ્રદેશના સહારનપુરમાં થયો હતો. જોહરા સહગલે પોતાના જીવનમાં કેટલીક ફિલ્મોમાં કામ કર્યું અને કળા ક્ષેત્રે પોતાનું નામ કર્યું હતુ. ફિલ્મ અને કળા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ નામ નવુ નથી. સ્કૂલના દિવસોમાં તેમણે નાટકોમાં ભાગ લીધો હતો અને તે સમયે તેમની એક્ટિંગની પ્રશંસા થવા લાગી.

જોહરા સહગલને એક્ટિંગ સિવાય ડાન્સમાં પણ રસ હતો. તેથી તેમણે ડાન્સ પણ શીખ્યો હતો. તેમના સમયમાં ડાન્સનો એટલો ખાસ ક્રેઝ હતો નહી તેથી તેઓએ જર્મની જઈને ડાન્સ શીખ્યો હતો અને આ દરમિયાન તેઓને વિશ્વના અનેક દેશો ફરવાની તક પણ મળી હતી.

ભણવામાં હોશિયાર એવી જોહરા સહગલને દેશની પ્રથમ મહિલા પાયલોટ બનવાની ઈચ્છા હતી. જો કે પરિવારમાં લગનના દબાણને કારણે તેમને ઘરવાળા તરફથી પાયલોટ બનવાની પરવાનગી મળી હતી નહી.

જોહરા જર્મનીમાં ડાન્સ ગુરુ ઉદય શંકરને મળી હતી અને ત્યાં તેમના ડાન્સ ગ્રુપમાં જોડાઈ હતી. ત્યારે બાદ તેઓ અલ્મેડા આવી ગયા હતા અને ત્યાં તેમની મુલાકાત કામેશ્વર સહગલને થઈ હતી, જે બાદ કામેશ્વર સહગલ સાથે લગ્ન પછી જોહરા સહગલ બની હતી

જોહરાની યાદમાં 29 સપ્ટેમ્બર 2020 ના રોજ ગૂગલે ડૂડલ બનાવી તેને આખી દુનિયામાં ફેમસ કરી દીધા.તે એ દિવસ હતો. જ્યારે પહેલીવાર જોહરાને ફિલ્મોમાં કામ મળ્યું હતું. તેમના જીવનના 102 વર્ષોમાં તેમને 1998 પદ્મશ્રી થી લઈને  2010 માં પદ્મવિભૂષણ થી સન્માનિત કરવામાં આવ્યા છે. 2001 માં કાલિદાસ સન્માન અને 2004 માં સંગીત નાટક એકેડમી પુરુસ્કાર આપવામાં આવ્યો. 10 જુલાઈ,2014 ના રોજ દિલ્હીની એક હોસ્પિટલમાં હાર્ટ એટેક આવવાથી જોહરા સહગલે દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું. જ્યાંથી કોઈ પાછું નથી આવતું..આવે છે તો ફક્ત યાદો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code