1. Home
  2. ગુજરાતી
  3. ટોની કક્કરના ગીતને લઈને સોશિયલ મીડિયા ઉપર એક યુઝર્સે કરી વિચિત્ર કોમેન્ટ, ટોનીએ આપ્યો આવો જવાબ
ટોની કક્કરના ગીતને લઈને સોશિયલ મીડિયા ઉપર એક યુઝર્સે કરી વિચિત્ર કોમેન્ટ, ટોનીએ આપ્યો આવો જવાબ

ટોની કક્કરના ગીતને લઈને સોશિયલ મીડિયા ઉપર એક યુઝર્સે કરી વિચિત્ર કોમેન્ટ, ટોનીએ આપ્યો આવો જવાબ

0
Social Share

મુંબઈઃ જાણીતા ગાયક ટોની કક્કરનું નવુ ગીત કાંટા લગા રિલીઝ થયું છે આ ગીતમાં નેહા કક્કડ નજરે પડે છે. આ ઉપરાંત હનીસિંહ પણ ગીતનો ભાગ છે. સોશિયલ મીડિયામાં ટોની કક્કડને ટ્રોલ્સનો સામનો કરવો પડી રહ્યો છે. એક યુઝર્સે લખ્યું કે, ટોની કક્કડના ગીત સાંભળવા કરતા તો ઝેર ખાઈ લેઈશ. ટોનીએ તેને જબાવ આપીને રિપ્લાય આપ્યો છે.

ટોની કક્કરને ટેગ કરીને એક યુઝર્સે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, સર આપના ગીત સાંભળવા કરતા તો સારુ છે કે હું ઝેર ખાઈને મરી જાવ, ટોનીએ આ ટ્વીટને ઈગ્નોર કરવાને બદલે તેનો જવાબ આપતા લખ્યું હતું કે, આપ મરશો નહીં, ક્યારે ય ના સાંભળતો, તમારી લાઈફ ઘણી કિંમતી છે, 100 ટેની કક્કડ આવશે અને જશે. આશા રાખું છું કે, આપને મારી ઉંમર લાગી જાય. ટોનીના જવાબ પછી યુઝર્સે લખ્યું કે, હું પ્રેમથી ભરેલા ગીત બનાવું છું પરંતુ આપ લોકો માત્ર ડાન્સવાળા ગીતની વાત કરો છો, અને વધારે પૈસા બનાવ્યાં છે. આભાલ એ માટે પરંતુ આપ મને સમજી રહ્યાં છો કે, હું શું કહેવા માંગુ છું.

ટોની કક્કડને સાથ ક્યાં નિભાવોગે ગીત માટે મિક્સ રિસ્પોન્સ મળ્યો છે. ટોનીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મને આ વસ્તુઓ મોટીવેટ કરે છે કેમ કે જ્યારે આપ લાઈફમાં કોઈ વસ્તુ પસંદ કરો છે જે વસ્તુઓને સારી કરે છે તેની કેટલાક લોકો આલોચના પણ કરે છે. આપણે નંબર જોઈએ છીએ જે આપમા માટે મેજિકલ છે. હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે, આ વસ્તુઓ થવી ખુબ જરૂરી છે કેમકે સંપૂર્ણતા હાનીકારક હોય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code