1. Home
  2. ગુજરાતી
  3. પંજાબઃ કોરોનાની રસી નહીં લેનારા સરકારી કર્મચારીઓને ફરજિયાત રજા ઉપર ઉતારાશે
પંજાબઃ કોરોનાની રસી નહીં લેનારા સરકારી કર્મચારીઓને ફરજિયાત રજા ઉપર ઉતારાશે

પંજાબઃ કોરોનાની રસી નહીં લેનારા સરકારી કર્મચારીઓને ફરજિયાત રજા ઉપર ઉતારાશે

0
Social Share
  • દેશમાં અત્યાર સુધીમાં 73 કરોડથી વધારે લોકોને અપાઈ રસી
  • ઉચ્ચસ્તરીય કોવિડ સમીક્ષા બેઠક યોજાઈ

દિલ્હીઃ સમગ્ર દેશમાં હાલ કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન હાથ ધરાયું છે. અત્યાર સુધીમાં 73 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. કોરોનાના રસી અંગે જાગૃત્તા ફેલાવવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો પ્રયાસ કરી છે. દરમિયાન પંજાબના મુખ્યમંત્રીએ સરકારી કર્મચારીઓના રસીકરણને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15મી સપ્ટેબર સુધીમાં કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ નહીં લેનારને ફરજીયાત રજા પર મોકલવામાં આવશે.

ઉચ્ચ સ્તરીય કોવિડ-19 સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ડેટાના વિશ્લેષણથી જાણવા મળ્યુ કે રોગચાળા સામે ૨સી અસ૨કા૨ છે. દેશમાં કોવિડ ટાસ્ક ફોર્સના વડા વી.કે.પોલે કહ્યું હતુ કે ૨સીની એકપણ માત્રાથી કોવિડથી 96.6 ટકા સુધી મૃત્યુ થતી અટકે છે. એપ્રિલ-મેમાં બીજી લહે૨ દ૨મિયાન જેમને ૨સી આપવામાં આવી ન હતી તેમાંથી મોટાભાગના મૃત્યુ પામ્યા હતા. દુનિયામાં ઘણા દેશ જેમાં અમેરીકા, ફ્રાન્સ પણ કડક રીતે આ નિયમોનું પાલન કરી ૨હ્યા છે. અમેરીકી રાષ્ટ્રપતિ જો બાયડને તાજેત૨માં કહ્યુ હતું કે જે કંપનીઓમાં સૌથી વધુ કર્મચારીઓ છે તેમના તમામ કર્મચારીઓને ૨સીક૨ણ કરાવવું જોઈએ. ફ્રાન્સમાં માત્ર ૨સીક૨ણ ક૨નારા જ સિનેમ, મ્યુજિયમ, રેસ્ટો૨ન્ટમાં જઈ શકે છે. ૨શિયાએ સેવા ઉદ્યોગમાં કામ ક૨તા દરેક માટે ૨સી ફ૨જીયાત બનાવી છે. કેનેડામાં તમામ ફેડ૨લ કામદારોને સપ્ટેમ્બ૨ના અંત સુધીમાં ૨સી લેવી પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજી લહેર પહેલા મોટી સંખ્યામાં લોકોનું રસીકરણ કરવાનું સરકારે આયોજન કર્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code