1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં માત્ર બે મહિના ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ
સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં માત્ર બે મહિના ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં માત્ર બે મહિના ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ

0
Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ગત ચોમાસા દરમિયાન સારોએવો વરસાદ પડવાથી મોટાભાગના જળાશયો છલોછલ ભરાઈ ગયા હતા. કેટલાક જળાશયો સૌની યોજનામાં નર્મદાના નીરથી ભરવામાં આવે છે. પરંતુ કેટલાક નાના ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના ગામોમાં નર્મદાનું પાણી પાઈપલાઈન દ્વારા આપવામાં આવતું હોવાથી ઉનાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા ઊભી નહીં થાય, પરંતુ સિંચાઈના પ્રશ્ને ખેડુતોના ચિંતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર  જિલ્લામાં નર્મદાના નીર આવતા ખાસ કરીને શહેરોમાં પીવાના પાણીની સમસ્યા હળવી બની છે. પરંતુ ગામડાઓમાં આજે પણ 10થી 15 દિવસે અનિયમિત પાણી વિતરણ થાય છે જે નરી વાસ્તવિકતા છે. જિલ્લાના જળાશયોમાં માત્ર 2 મહિના ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે. એટલે ઉનાળો આકરો બનવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ઝાલાવાડ પંથક એક સમયે સૂકો મલક કહેવાતો હતો.ગામડાના લોકોને માથે બેડાં લઇને કૂવે પાણી ભરવા માટે જવું પડતું હતું. ઉનાળાના સમયમાં તો કૂવાના પાણી પણ તળીયે જતા રહેતા હતા. ત્યારે નર્મદાના નીર આવતા શહેરી વિસ્તારમાં તેમ મોટાભાગના ગામડાંમાં પીવાના પાણીની સમસ્યા હળવી બની છે. જો કે  સાયલા, ચોટીલ, મૂળી, થાન સહિતના ગામડામાં નર્મદાના પાણીનો ખૂબ ઓછો લાભ મળ્યો છે તેવા ગામડાના લોકોને આજે પણ પીવાના પાણીની મોટી સમસ્યા છે. આ સમસ્યા દૂર કરવા માટે જિલ્લામાં અલગ અલગ અલગ તાલુકાઓમાં કુલ 11 જળાશય બનાવવામાં આવ્યા છે. આ જળાશયો ચોમાસામાં છલકાઇ ગયા હતા. પણ હવે ઉનાળાના આગમન પહેલા જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં જે 11 જળાશયો છે તેમાં ધોળીધજા ડેમનું પાણી લોકોને પીવા માટે જ અપાય છે. બાકીના જળાશયનું પાણી ગામડાના લોકોના પીવાની સાથે સિંચાઇ માટે પણ અપાય છે. આ જળાશયોમાં જ્યારે 10 ટકા પાણીનો જથ્થો રહેશે ત્યારે તે પાણી માત્ર પીવા માટે અનામત રાખવામાં આવશે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code