1. Home
  2. ગુજરાતી
  3. ઈઝરાયલમાં વિપક્ષદળો વચ્ચે સમજોતોઃ- નેતન્યાહૂના 12 વર્ષના સાશનના અંત સાથે ઈસાક હર્જોગ નવા રાષ્ટ્રપતિ બન્યા
ઈઝરાયલમાં વિપક્ષદળો વચ્ચે સમજોતોઃ- નેતન્યાહૂના 12 વર્ષના સાશનના અંત સાથે ઈસાક હર્જોગ નવા રાષ્ટ્રપતિ બન્યા

ઈઝરાયલમાં વિપક્ષદળો વચ્ચે સમજોતોઃ- નેતન્યાહૂના 12 વર્ષના સાશનના અંત સાથે ઈસાક હર્જોગ નવા રાષ્ટ્રપતિ બન્યા

0
Social Share
  • ઈઝરાયલના રાજકરણમાં નવો વળાંક
  • નેત્યાહુના 12 વર્ષના શાસનનો આવ્યો અઁત
  • ઈઝરાયલના નવા રાષ્ટ્રપતિ બન્યા ઈસાક હર્જોગ

દિલ્હીઃ- ઇઝરાઇલના વિપક્ષી નેતાઓ બુધવારે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને હાંકી કાઢવા અને સંરક્ષણ પ્રધાન બેની ગેન્ટઝની આગેવાની હેઠળના ઘણા પક્ષો સાથે સંમત થયા બાદ નવી સરકાર બનાવવાની નજીક પહોંચ્યા હતા. આ સાથે નેતન્યાહુના 12 વર્ષના શાસનનો અંત નજીક આવી ચૂક્યો છે.

બુધવારની મોડી રાતે 57 વર્ષિય મધ્યમમાર્ગી નેતા યૈર લેપિડે રાષ્ટ્રવાદી નફ્તાલી બેનેટ સાથે સનમજોતા કરી લીધો છે, આ અંતર્ગત, બંને નેતાઓ વારા વાર ફરતી વડા પ્રધાન તરીકે કામ કરશે. દરમિયાન, બંને પક્ષો ગઠબંધનમાં અન્ય પક્ષોને શામેલ કરવા આગ્રહ કરી રહ્યા છે.

લેપિડની યસ એટીડ પાર્ટી અને ગેન્ટઝની બ્લુ અને વ્હાઇટ પાર્ટીએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે તેઓ સરકાર અને લોકશાહીના માળખાને લગતા મુખ્ય મુદ્દાઓ પર સંમત છે. ગેન્ટઝ નવા કેબિનેટમાં સંરક્ષણ મંત્રી બન્યા છે. નીચલા સ્તરે રાજકીય નિમણૂંક અંગે કેટલાક મતભેદ છે પરંતુ તે પણ આંતરિક રીતે ઉકેલાય ચૂક્યા છે, ફક્ત સત્તાવાર રીતે ઘોષણાઓ  કરવાની હાલ બાકી છે. વિપક્ષી ગઠબંધનને ઇઝરાઇલની સંસદ ‘કેસેટ’ માં 61 સભ્યોનો ટેકો છે, જેમને પછી વિશ્વાસનો મત જીતવો પડશે.

દેશની ટોચના કાર્યાલયોમાં તેમના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન, બેન્જામિન નેતન્યાહુને દેશ-વિદેશમાં ઘણી વાર ધ્રુવીકરણકારી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવ્યા છે. તેમના કાર્યકાળના અંતથી ઘરેલું રાજકારણમાં ઉથલપાથલથી રાહત મળી શકે છે. જો કે અમેરિકાના કટ્ટર સાથીને કારણે ઇઝરાયલની વિદેશ નીતિમાં મોટા પરિવર્તનની સંભાવના ઓછી થઈ જશે.

ઈઝરાયલના નવા રાષટ્રપતિ બન્યા ઈસાક હર્જોગ

ઈઝરાયલ સેનેટમાં થયેલા મતદાનમાં અનુયબવી નેતા ઈસાક હર્જોગ  દેશના 11 મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય આવ્યા છે. લેબર પાર્ટીના ભૂતપૂર્વ નેતા હર્ઝોગ દેશના પહેલા રાષ્ટ્રપતિ બનશે, જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના પુત્ર છે. તેમના પિતા, સિયામ હર્જોગ, વર્ષ 1983 થી 1993 દરમિયાન ઇઝરાઇલના રાષ્ટ્રપતિ હતા.

ઉલ્લેખનીય છે કે  હર્ઝોગ 2015 માં વડા પ્રધાન પદ માટે નેતન્યાહૂના હરીફ રહી ચૂક્યા હતા. હર્ઝોગ હાલમાં યહૂદી એજન્સીના વડા તરીકે ફરજ બજાવે છે. આ એજન્સી એક ગેરલાભકારી સંસ્થા છે જે ઇઝરાયલમાં ઇમિગ્રેશન વધારવા માટે સરકાર સાથે કામ કરે છે. તેઓ 2003 થી 2018 દરમિયાન નેસેટનાં સભ્ય હતા અને મંત્રીઓનાં રૂપમાં અનેક મંત્રાલયો સંભાળતા હતા.

હર્ઝોગને 120-સદસ્યોની સંસદમાં 87 મત મળ્યા હતા અને સરળતાથી તેમના હરીફ મીરિયમ પેરેત્ઝને હરાવી દીધા હતા. તેઓ રાષ્ટ્રપતિ રિવેન રિવલિનની સત્તાવાર રીતે જગ્યા લેશે, જે સાત વર્ષના કાર્યકાળ પછી 9 જુલાઈએ પદ છોડશે. સાંસદોનો આભાર માનીને હર્ઝોગે કહ્યું કે, હું બધા દેશવાસીઓનો રાષ્ટ્રપતિ રહીશ.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code