
- યુપીમાં શાળા કોલેજો 6 ફેબ્રુઆરી સુધી રહેશે બંધ
- કોરોનાના કેસોને જોઈને લેવાયો નિર્ણય
લખનૌઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ થઈ રહી છે ત્યારે કેટલાક રાજ્ય.ોએ પ્રતિબંધો હળવા કર્યા છે તો કેટલાક રાજ્યોમાં હાલ પણ શઆળા અને કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, આ અંતર્ગત ઉત્તરપ્રદેશમાં પણ શઆળા કોલેજોને 6 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે
ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના વધતા જતા કેસોને કારણે, ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ અને કોલેજોને 6 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ પહેલા શાળાઓ અને કોલેજોને 30 જાન્યુઆરી સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી. દરમિયાન, શાળાઓ તેમના વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન વર્ગો ચાલુ રાખી શકે છે.
ઉત્તર પ્રદેશ સરકારે આ મામલે જણાવ્યું હતું કે વર્ગ 11 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન વર્ગો ચાલુ રહેશે અને શાળા 15 થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવા માટે રસીકરણ કેમ્પનું આયોજન કરશે. બીજી તફ આંગણવાડીઓમાં બાળકો માટેના વર્ગો પણ બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ ત્યાં ભોજન અને રાશનનું વિતરણ ચાલુ રહેશે.જેથી સામાન્ય પરિવાર લોકોને રાહત મળે.
કોરોનાની ત્રીજી લહેરને જોતા દેશમાં એક-બે રાજ્યોને બાદ કરતાં હજુ પણ દરેક જગ્યાએ શાળા-કોલેજો બંધ છે અને બાળકો માટે ઓનલાઈન ક્લાસ ચાલુ છે. તમિલનાડુ સરકારે બે દિવસ પહેલા જ શાળાઓ અને કોલેજો ખોલવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં 1 ફેબ્રુઆરીથી કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ ખોલવામાં આવશે. ત્યારે હવે જો કેસની સંખ્યા ઓછી થતી રહેશે તો અનેક રાજ્યો આવનારા દિવસોમાં શઆળા કોલેજો ખોલવા મામલે નિર્ણય લઈ શકે છે.