1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પ્રાકૃતિક ખેતી ઉપયોગી બનશે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પ્રાકૃતિક ખેતી ઉપયોગી બનશે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પ્રાકૃતિક ખેતી ઉપયોગી બનશે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પૂર્વ સચિવ ડૉ. કિરીટ શેલત અને ફ્લોરીડા એગ્રી. યુનિવર્સિટીના ડૉ. ઓડમેરિ લિખીતસંપાદિત પુસ્તક અમૃતકાળમાં ખેતી: હવામાન બદલાવમાં કુશળ ખેતીનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું. નેશનલ કાઉન્સીલ ફોર ક્લાયમેટ ચેન્જ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક લીડરશીપ દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દવાથી માંડીને ડિફેન્સ ક્ષેત્રે દેશને આત્મનિર્ભરતાના માર્ગે વાળ્યો છે. એટલું જ નહિ, રાસાયણીક ખાતરમુકત પ્રાકૃતિક ખેતી, ગ્રીન-ક્લિન એનર્જી, જમીન બચાવવાના ઉપાયો તથા ગાય આધારિત કૃષિ પદ્ધતિના નવતર અભિગમ પણ તેમણે દેશની આત્મનિર્ભરતા માટે અને નાનામાં નાના માનવીના હિતની, પ્રજાની પ્રાયોરિટીની ચિંતા કરીને આપ્યા છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, વડાપ્રધાને દેશના ભવિષ્યનો વિચાર કરીને આગળનો રોડમેપ તૈયાર કરવા આત્મનિર્ભરતાનો કોલ આપ્યો છે. પ્રાકૃતિક ખેતી અને બેક ટુ બેઝિકનો કોન્સેપ્ટ આમાં ઉપયોગી બનશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીએ અમૃતકાળમાં ખેતી: હવામાન બદલાવમાં કુશળ ખેતી પુસ્તકનો રાજ્યના કૃષિક્ષેત્ર માટે યોગ્ય ઉપયોગ કરવાની તત્પરતા વ્યક્ત કરી હતી.

કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે હવામાન બદલાવ સામે ખેતી ટકાવી રાખવાનું ગહન માર્ગદર્શન પુસ્તિકા આપશે તેમ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું. રાજ્યમાં કૃષિ વિભાગને નિતી નિર્ધારણમાં આ પુસ્તક ઉપયોગી બનશે અને સરવાળે રાજ્યની ખેતી સુદ્રઢ થશે તેમ તેમણે ઉમેર્યુ હતું.  પુસ્તકના લેખક ડૉ. કિરીટ શેલતે કૃષિક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાના પ્રેરક સૂચનો-સૂઝાવો રજૂ કર્યા હતા. આ પ્રસંગ્રે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ તથા કૃષિતજ્જ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code