
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દરમિયાન થયેલા વિકાસની દુનિયાના વિવિધ દેશોએ નોંધ લીધી છે. લોકોની આવક વધવાની સાથે તેમની લાઈફસ્ટાઈલમાં પણ ફેર આવ્યો છે. બીજી તરફ હાલ દેશમાં ઈ-વાહનોના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. તેમજ સામાન્ય વાહનોના વેચાણમાં વધારો થયો છે. બીજી તરફ રોડ અને માર્ગોનો વિકાસ થઈ રહ્યો હોવાથી પરિવહન સેવામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
દેશમાં 2014થી અત્યાર સુધીમાં 210 મિલિયનથી વધુ વાહનોનું વેચાણ થયું છે, જે 2014 પહેલાના 10 વર્ષમાં 120 મિલિયન હતું. 10 વર્ષ પહેલા દર વર્ષે લગભગ 2,000 ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થતું હતું. જ્યારે હવે 1.2 મિલિયન ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થઈ રહ્યું છે. “છેલ્લા 10 વર્ષોમાં, પેસેન્જર વાહનોમાં લગભગ 60 ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં દેશમાં છેલ્લા 10 વર્ષમાં 75 નવા એરપોર્ટ બનાવવામાં આવ્યા છે. “આ ઉપરાંત, લગભગ 400,000 ગ્રામીણ રસ્તાઓ પણ બનાવવામાં આવ્યા છે.”