ભારત-ઇઝરાયેલના અતૂટ સંબંધો વિશ્વાસ અને સંશોધન પર આધારિત: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધોનો પુનરોચ્ચાર કરતા જણાવ્યું છે કે, ભારત ઇઝરાયેલ સાથેના પોતાના અતૂટ સંબંધોને ખૂબ જ મહત્વ આપે છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, આ ભાગીદારી પરસ્પર વિશ્વાસ, ઇનોવેશન તેમજ શાંતિ અને પ્રગતિ માટેની સહિયારી પ્રતિબદ્ધતા પર ટકેલી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ […]

પાકિસ્તાનના અફઘાનિસ્તાન પર ભીષણ હવાઈ હુમલોમાં 80થી વધુના મોત, ભારતે કરી આકરી નિંદા

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ સર્જાયો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને અનેક સ્થળો પર જોરદાર હવાઈ હુમલા કર્યા છે, જેમાં 80થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પાકિસ્તાની સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી અફઘાનિસ્તાનના નંગરહાર, પક્તિકા અને ખોસ્ત પ્રાંતના સાત સ્થળો પર કરવામાં આવી હતી. આ […]

પ્રધાનમંત્રીએ કાનપુરમાં ઇન્ડિયા-ફ્રાન્સ નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એવિએશનની જાહેરાત કરી

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલયની ‘પ્રધાનમંત્રી સ્કીલિંગ એન્ડ એમ્પ્લોયબિલિટી ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ ITIs’ (PM-SETU) યોજના હેઠળ ફ્રેન્ચ રિપબ્લિકની સરકારના સહયોગથી નેશનલ સ્કીલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, કાનપુર ખાતે એરોનોટિક્સ અને ડિફેન્સમાં સ્કીલિંગ માટે નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રીએ આ નિવેદન ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથેના સંયુક્ત […]

ગુજરાતમાં CSR ફંડના સહયોગથી 10.708 આંગણવાડી કેન્દ્રોની થઈ કાયાકલ્પ

ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2026: ગુજરાતના છેવાડાના ગામડાઓથી લઈને મહાનગરો સુધીના બાળકોના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. આ આંગણવાડી કેન્દ્રોને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે રાજ્યભરમાં ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત રાજ્યના ૧૦,૭૦૮ જેટલા આંગણવાડી કેન્દ્રોમાં નવીનીકરણની કામગીરી સફળતાપૂર્વક […]

વિવિધ બોર્ડ- કોર્પોરેશનને જમીન ફાળવણીની 23 દરખાસ્તને અપાઈ મંજુરી

ગાંધીનગર, 19 જાન્યુઆરી 2026: મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે કેબિનેટ બેઠકમાં પાણી પુરવઠા, ઊર્જા અને બંદર વિકાસ માટે મુખ્યમંત્રીએ જમીન ફાળવણીની 23 દરખાસ્તોને મંજૂરી આપી છે. આ અંગે […]

ગુજરાતમાં ૨૩ ફેબ્રુઆરીથી તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

તુવેરના ટેકાના ભાવે વેચાણ માટે રાજ્યના ૧.૩૩ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી ગાંધીનગર, 19 ફેબ્રુઆરી, 2026 – Purchase of tur at support price વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકાર કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. ૨૩ ફેબ્રુઆરી, […]

અમદાવાદમાં કન્સ્ટ્રકશન વેસ્ટ જાહેરમાં નાખતા ચાર વાહનોને AMCએ કર્યા જપ્ત

અમદાવાદ, 19 ફેબ્રુઆરી 2026: શહેરમાં લોકો પોતાના ઘરની મરામત કરાવતા હોય કે અન્ય રિનોવેશન થતા બિલ્ડિંગનો કન્સ્ટ્રકશન વેસ્ટ લઈ જનારા કોન્ટ્રાકટરો જાહેરમાં કે ગમે ત્યાં ખૂલી જગ્યામાં વેસ્ટ ફેંકી દેતા હોય છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જ કન્સ્ટ્રકશન વેસ્ટ નાંખવા માટે દરેક વિસ્તારમાં જગ્યા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત મ્યુનિ. દ્વારા પણ કન્સ્ટ્રકશન વેસ્ટ લઈ જવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code