1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાને ભારત સાથેના સંબંધો કાપ્યાઃ વેપાર કર્યો બંધ, ભારતના હાઈકમિશનરની હકાલપટ્ટી
પાકિસ્તાને  ભારત સાથેના સંબંધો  કાપ્યાઃ વેપાર કર્યો બંધ, ભારતના હાઈકમિશનરની હકાલપટ્ટી

પાકિસ્તાને ભારત સાથેના સંબંધો કાપ્યાઃ વેપાર કર્યો બંધ, ભારતના હાઈકમિશનરની હકાલપટ્ટી

0

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને હટાવતા પાકિસ્તાન રોષે ભરાયુ છે ,મોદી સરકારના  નિપર્ણયથી પેકિસ્તાન હવે બોખલાય ગયુ છે પાકિસ્તાને ભારતના હાઈકમિશનર અજય બિસારિયાને હાકી કાઢ્યા છે પાકિસ્તાનના વડા ઈમરાન ખાનના અધિયક્ષતામાં ઈસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠક આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ત્યારે  સમિતિની બેઠક બાદ વિદેશમંત્રી શાહ મહેબૂબ કુરેશીએ જણાવ્યું હતુ કે તેમના હાઈકમિશનર હવેથી નવી દિલ્હીમાં નહીં હોય અને ભારતના હાઈકમિશનને પણ અમારા દ્રારા ભારત પરત મોકલવામાં આવશે.

ત્યારે પાકિસ્તાન હવે બોખલાય જતા ભારત સાથે વેપાર બંધ કરવાની સાથે રાજકીય સંબંધોમાં પણ ઘટાડો કરવાના નિર્મય લીધા છે. પાકિસ્તાન હવે આ ચર્ચા ને મુદ્દો યુએન સુરક્ષા પરિષદમાં પણ ઉઠાવશે. આ બેઠકમાં સેના, આઈએસઆઈ અને તેમના કેબિનેટ્સ નેતાઓ તથા અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાઈમમિનિસ્ટરના કાર્યાલયથી જાહેર કરાયેલ નિવેદનમાં જણાવામાં આવ્યુ હતુ કે એનએસસીએ કાશ્મીરના મુદ્દાને યુએનએસસીમાં ઉઠાવવા અને ભારત સાથેના નેક પ્રકારના વેપાર વ્યવહાર બંધ કરવા તથા રાજકીય સંબંધોમાં ણંત આણવાનો નિર્ણય લીઘો છે.

ત્યારે કાશમીરના મુદ્દાથી ભડકેલા ઇમરાન ખાને કહ્યું હતું, ”મને લાગે છે કે ભારતમાંથી કાશમીરી લોકોને જળમૂળમાંથી કાઢવા માંગે છે. આ કલમ હટાવીને કાશ્મીરમાંથી મુસલમાનોના વંશનો સફાયો કરવા માંગે છે. સ્થિતિઓને જોઇને લાગે છે કે ફરી પુલવામાં જેવી ઘટના થશે. તેવું નિવેદન આપ્યુ હતું.


આ બાબતમાં વધુમાં ઈમરાન ખાને કહ્યું હતું કે  ”જ્યારે અમે સત્તા પર આવ્યા ત્યારે અમારો ઉદ્દેશ્ય ગરીબીને નાબુદ કરવાનો હતો.તેથી સૌથી પહેલા અમે પાડોશી દેશો સાથે સારા સંબધો રાખ્યા હતા જ્યારે ભારત સાથે વાત કરીતો તેમણે પાકિસ્તાનની આતંકી ઘટનાઓને લઇને ચિંતા જતાવી. મેં નરેન્દ્ર મોદીને કહ્યું કે અમે આતંકવાદ માટે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ ક્યારે થવા નહીં દઇએ.”ત્યારે હવે ભારત સરકારના કાશ્મીરમાથી 370 કલમ હટાવવાના નિર્ણયથી પાકિસ્તાન રોષે ભરાયુ છે અને ગુસ્સામાં ગુસ્સામાં ભારત સાથેના તમામ વ્યવહારને કાપી નાખ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.