
પાકિસ્તાનઃ ભારે વરસાદ અને પૂરને પગલે 10 લાખથી વધુ ઘર પાણીમાં ગરકાવ
નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને પગલે પરિસ્થિતિ વણસી છે અને જનજીવનને વ્યાપક અસર થઈ છે. પૂરને પગલે 10 લાખથી વધારે ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂરને પગલે એક હજારથી વધારે લોકોના મૃત થયાનું જાણવા મળે છે. સરકારે 72 જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર પાડોશી દેશ પાકિસ્તાનમાં પહેલા રાષ્ટ્રીય કટોકટી પછી આર્થિક સંકટ અને હવે પૂરનો સામનો કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનમાં પૂરે ભારે તારાજી સર્જી છે. ભારે વરસાદ અને પૂરના કારણે 1 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
આ કુદરતી આફતથી 3 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. તેમજ 10 લાખથી વધુ ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે.આ તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે ‘ઇમરજન્સી’ લાગુ કરી છે.
આ સાથે દેશના 101 જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવી ગયા છે. તો સરકાર દ્વારા 72 જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કરાયા.સૌથી વધુ સિંધ, કરાંચી, પંજાબ,ખૈબર પખ્તુનવા અને બલુચિસ્તાન પ્રાંતમાં પૂરની અસર થઈ છે.