1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનની ડૂબતી અર્થવ્યવસ્થાની નૈયા પાર કરાવશે સાઉદી અરેબિયા – ઈમરાન ખાન ને સાઉદીના પ્રિંસે ત્રણ અરબ ડોલરની સહાય આપી
પાકિસ્તાનની ડૂબતી અર્થવ્યવસ્થાની નૈયા પાર કરાવશે સાઉદી અરેબિયા –  ઈમરાન ખાન ને સાઉદીના પ્રિંસે ત્રણ અરબ ડોલરની સહાય આપી

પાકિસ્તાનની ડૂબતી અર્થવ્યવસ્થાની નૈયા પાર કરાવશે સાઉદી અરેબિયા – ઈમરાન ખાન ને સાઉદીના પ્રિંસે ત્રણ અરબ ડોલરની સહાય આપી

0
Social Share
  • પાકિસ્તાને લીધો સાઉદી અરબનો સહારો
  • પ્રિંસ પાસે ત્રણ અરબ ડોલરની માંગી ભીખ

 

દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાનની આતંકવાદને સપોર્ટ કરવા માટે વિશ્વભરમાં અવગણના થઈ રહી છે. ત્યારે હાલ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પણ કથળી રહી છે,આવી સ્થિતિમાં પાકિસ્તાને સાઉદી અરબ પાસે મોટી ભીખ મામગવાનો વખત આવ્યો છે.એક બાજુદેશમાં મોંધવારીએ ગતિ પકડી છે તો બીજી તરફ દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ રહી છે.

જો પાકિસ્તાનની આર્થિક સ્થિતિની વાત કરવામાં આવે તો હાલ વિદેશી મુ્દા બેંક પણ ખાલી પડેલી છે.પાકિસ્તાનના લોકો હાલની સરકારથી ત્રાહીત્રામ પોકારી ઉઠ્યા છે,આવી સ્થિતિમાં હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સાઉદી અરબ પાસે હાથ લંબાવ્યો છે.

તો બીજી તરફ પાકિસ્તાનની કથળેલી હાલત જોઈને સાઉદી અરબે પણ મદદ માટે હાથ લાંબો કર્યો છે. પાકિસ્તાનની મધદરિયે ડૂબતી અર્થવ્યવસ્થાની નૌકાને કિનારે સુધી લાવવા માટે સાઉદીએ મોટી મદદની જાહેરાત કરી છે.

આ મામલે જો મીડિયા રિપોર્ટની વાત માનવામાં આવે તો સાઉદી અરેબિયાના ફંડ ફોર ડેવલપમેન્ટે જાહેરાત કરી છે કે તે પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકમાં ત્રણ બિલિયન અમેરિકી  ડૉલર જમા કરાવી રહ્યું છે, જેથી પાકિસ્તાનને મદદ કરી શકાય અને વિદેશી હૂંડિયામણની અછતને પહોંચી શકાય.

જારી કરાયેલા આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સાઉદી અરેબિયા આ વર્ષે પાકિસ્તાનને તેલ ઉત્પાદનોના વેપાર માટે 1.2 બિલિયન ડોલર આપશે. પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરી અને ઉર્જા મંત્રી અહમદ અઝહરે સાઉદી અરેબિયા તરફથી મળેલી મદદની પુષ્ટિ કરી પણ કરી છે.

 

ઈમરાન ખાનની 23 થી 25 ઓક્ટોબરની સાઉદીની મુલાકાત રંગ લાવી છે એમ કહીએ તો ખાટૂ ન કહેવાય,ઈનમરાન ખાન  પાકિસ્તાનને બચાવવા માટે સાઉદી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદને મળ્યા હતા. તેમણે રિયાધમાં મિડલ ઇસ્ટ ગ્રીન ઇનિશિયેટિવ કોન્ફરન્સમાં પણ હાજરી આપી હતી. ઈમરાનની મુલાકાત બાદ તરત જ સાઉદી અરેબિયા તરફથી આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી હતી.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code