1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાને સતત બીજી રાતે પણ સિઝ ફાયરિંગનું ઉલ્લઘન કર્યું
પાકિસ્તાને સતત બીજી રાતે પણ સિઝ ફાયરિંગનું ઉલ્લઘન કર્યું

પાકિસ્તાને સતત બીજી રાતે પણ સિઝ ફાયરિંગનું ઉલ્લઘન કર્યું

0
Social Share

શ્રીનગરઃ પાકિસ્તાન પોતાની હરકતમાંથી બહાર આવી રહ્યું નથી છેલ્લા 9 દિવસમાં પાકરિસ્તાન 3 વખત સિઝ ફાયરિંગનું ઉલ્લઘન કરી ચૂક્યું છે જો વિતેલી રાત્રીની વાત કરીએ તો સતત પાસિક્તાને અરનિયા ક્ષએત્રમાં ગોળીબાર કર્યો હતો જેના કારણે સ્થઆનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાનના નાપાક કૃત્ય બાદ અરનિયા સેક્ટરની સરહદે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં બીજી રાત આતંકમાં વિતાવી પડી હતી. ગુરુવારની જેમ શુક્રવારની રાત પણ પાકિસ્તાને કરેલા ગોળીબારમાં લોકોમાં દહેશત ફેલાઈ હતી.

પાકિસ્તાને નવ દિવસમાં ત્રીજી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે, પાકિસ્તાને ગુરુવારે રાત્રે આંતરરાષ્ટ્રીય સરહદ પર અરનિયા સેક્ટરમાં આઠ ચોકીઓ સહિત રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા. ગુરુવારે રાત્રે 8 વાગ્યે શરૂ થયેલ ગોળીબાર શુક્રવારે સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો.

પાકિસ્તાને અરનિયા સેક્ટરના કાકુ દે કોથે, કોટલી, ચાંગિયા, પિંડી કુડવાલ, ચન્ના, તારેવા, જાબોવાલ, દેવીગઢ, સાઈ, બુલેચક અને અરનિયા નગરપાલિકાના વોર્ડ-5 ગામોને નિશાન બનાવ્યા. અરનિયા, બુલેચક અને કોટલીમાં લોકોના ઘરો પર મોર્ટાર શેલ પડ્યા છે. ખેતરોમાં શેલ પડતાં ડાંગરના પાકને નુકસાન થયું છે.

જાણકારી અનુસાર રહેણાંક વિસ્તારોમાં મોર્ટારના ગોળા પડતા નુકસાનને જોઈને લોકો ગભરાઈ ગયા છે. ઘણી શાળાઓ  પણ બંધ કરી દેવામાં આવી છે. શુક્રવારે સુહાગપુર શાળાના વર્ગો બંકરમાંલેવાયા હતા. ડરામણા વાતાવરણને જોઈને બહારના રાજ્યોમાંથી મજૂરો પણ સ્થળાંતર કરવા મજબૂર બની રહ્યા છે.અરનિયા શહેર અને સરહદી વિસ્તારની ખાનગી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. શુક્રવારે સરકારી શાળાઓ ખુલ્લી રહી, પરંતુ બાળકોની સંખ્યા નહિવત રહી. સરકારી માધ્યમિક શાળા સુહાગપુરના વર્ગો એક બંકરમાં યોજાતા હતા. અરનિયા સેક્ટરમાં ગોળીબારના કારણે ડાંગરની કાપણી માટે બોલાવવામાં આવેલા અન્ય રાજ્યોમાંથી કામદારો મોટા પાયે સ્થળાંતર કરી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code