![પાકિસ્તાન નહીં સુધરેઃ શ્રીનગરથી માત્ર 155 km દુર સ્કર્દૂ એરબેઝ ઉપર બનાવ્યો બીજો રન-વે, યુદ્ધ વિમાનો તૈનાત કર્યાં](https://www.revoi.in/wp-content/uploads/2021/01/pak-Pakistan-PM-Imran-Khan-13oct-2019-afp.jpg)
પાકિસ્તાન નહીં સુધરેઃ શ્રીનગરથી માત્ર 155 km દુર સ્કર્દૂ એરબેઝ ઉપર બનાવ્યો બીજો રન-વે, યુદ્ધ વિમાનો તૈનાત કર્યાં
દિલ્હીઃ ચીનએ નિયંત્રણ રેખા એલએસી પર સૈન્યની ગતિવિધી તેજ બનાવી છે. પાકિસ્તાન પણ શ્રી નગરથી માત્ર 155 કિમી દૂર સ્કર્દૂ એરબેઝને અપગ્રેડ કરવામાં લાગ્યું છે. હાલમાં જ સેટેલાઈટનો ફોટો સામે આવ્યો છે. પાકિસ્તાનના આ એરપેઝ ઉપર બીજો રન-વે બનાવાની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન આ એરબેઝ પર જીએફ-17 યુદ્ધ વિમાનોને તૈનાત કરવામાં આવશે.
Recent imagery from Skardu Airbase in #Pakistan highlights considerable work completion on the new runway being prepared on site, the construction is expected to boost #PakistanAirForce operations in the region most likely directed towards #Kashmir, #India pic.twitter.com/4Iz9k7NSBg
— d-atis☠️ (@detresfa_) September 29, 2021
ઓપન સોર્સ ઈન્ટેલિજેન્સ એનાલિસ્ટ Detresfa એ સેટાલાઈટ તસવીરથી પાકિસ્તાનની તૈયારીનો ખુલાસો થયો છે. Detresfaના જણાવ્યા અનુસાર સ્કર્દૂ એરબેઝ પર બીજો રન-વે ઘણા સમય પહેલા તૈયાર થઈ ગયો છે. 2020માં આ એરબેઝના અપગ્રેડેશનની લઈને પહેલીવાર માહિતી સામે આવી હતી. પાકિસ્તાની વાયુસેના સ્કર્દ એરબેઝના સંચાલનમાં તેનું પરમ મિત્ર ચીન પણ મદદ કરી રહ્યું છે. એટલું જ નહીં અહીં ચીનના કેટલાક એરક્રાફ્ટ જોવા મળે છે. પીઓકેના સ્કર્દૂ સ્થિત પાકિસ્તાની વાયુસેના આ એરબેઝનો રાજકીય રીતે પણ ઉપયોગ કરી શકે છે. અહીંથી પાકિસ્તાની યુદ્ધ વિમાન ઉડાન ભર્યાના માત્ર 5 મિનિટમાં ભારતીય સીમામાં પ્રવેશી શકે છે. જો કે, ભારતીય સરહદ ઉપર સુરક્ષા એજન્સીઓ પણ પાકિસ્તાનને વળતો જવાબ આપવા તૈયાર છે.
નવા એરપોર્ટ ઉપર અંડરગ્રાઉન્ડ ફ્યુઅલ સ્ટેશન અને હથિયાર ડેપોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન અહીંથી ચીન-પાક ઈકોનોમિક કોરિડોર ઉપર રાખી શકે છે. આ એરબેઝનો ઉપયોગ વિસ્તારવાદી ચીનની સેના પણ કરી શકે છે જેથી ભારતની ચિંતામાં વધારો થયો છે.