નોઈડામાં મુસ્લિમોના ધાર્મિક કાર્યક્રમમાં પાકિસ્તાન ઝીંદાબાદના નારા લાગ્યાઃ 3 વ્યક્તિની ધરપકડ
દિલ્હીઃ નોઈડામાં ઈદ-મિલાદ ઉલ નબીના પ્રસંગ્રે શહેરમાં નીકળેલા જુલુસમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાના આરોપસર પોલીસે 3 લોકોને ઝડપી લીધા છે. તેમ પોલીસ અધિકારીએ કર્યું હતું.
પાકિસ્તાન ઝિંબાદાદના નારાનો વીડિયોને જોઈને હિન્દુ સંગઠનના આગેવાનોએ સેકટર 20 પોલીસ સ્ટેશન જઈને નારાજગી વ્યક્ત કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારી રાજેશ એસએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા ઉપર વીડિયો વાયરલ થયા બાદ તપાસનો ધમધમાટ તેજ બનાવવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું કે, કેટલાક લોકો જુલુસમાં પાકિસ્તાન ઝીંદાબાદના નારા લગાવતા હતા. જેના આધારે ગુનો નોંધીને પોલીસે મહંમદ ઝફર, સમીર અલી તથા અલી રઝાને ઝડપી લીધા છે. તેમજ આ પ્રકરણમાં ફરાર અન્ય આરોપીઓની તપાસ ચાલી રહી છે.
જાણકારી અનુસાર મામલો 19મી ઓક્ટોબરનો છે જ્યારે પોલીસની ઉપસ્થિતિમાં જ મુસ્લિમ સમુદાયના જુલુસમાં પાકિસ્તાન ઝીંદાબાદના નારા ગાલ્યાં હતા.સ્થળ પર હાજર એક વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોડ કરીને સોશિયલ મીડિયા ઉપર શેયર કર્યો હતો. જે બાદ ગણતરીની મિનિટોમાં જ વીડિયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોના રોષ ફેલાયો હતો. તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.