1. Home
  2. ગુજરાતી
  3. પંજાબ સરહદ પાસે પાકિસ્તાની ડ્રોન ઝડપાયું – સેના એ તપાસ કરતા કરોડો રુપિયાનું હેરોઈન મળી આવ્યું
પંજાબ સરહદ પાસે પાકિસ્તાની ડ્રોન ઝડપાયું – સેના એ તપાસ કરતા કરોડો રુપિયાનું હેરોઈન મળી આવ્યું

પંજાબ સરહદ પાસે પાકિસ્તાની ડ્રોન ઝડપાયું – સેના એ તપાસ કરતા કરોડો રુપિયાનું હેરોઈન મળી આવ્યું

0
Social Share
  • પંજાબ સરહદ પાસે પાકિસ્તાની ડ્રોન ઝડપાયું
  • 12 કરોડથી વધુનો માદ પ્રદાર્થ ઝપ્ત

તંદિગઢઃ પંજાબના અમૃતસર બોર્ડર પાસે સતત પાકિસ્તાની નજર હોય છે પાકિસ્તાન સતત ડ્રોન દ્રારા અહી ઘુસમખોરી કરીને હથિયારો અને માદક દ્રવ્યોની સપ્લાય કરતું હોય છે ત્યારે ફરી વિતેલી રાત્રે સેનાએ પાકિસ્તાનથી આવેલું ડ્રોન ઝપ્ત કર્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ગઈ કાલે રાત્રે  પાકિસ્તાની ડ્રોન ફરી એકવાર ભારતીય સરહદ પર પછાડ્યું હતું. જે બાદ તરત જ બીએસએફના જવાનો અને પોલીસે હાથ ધરેલા સર્ચ ઓપરેશન દરમિયાન 2.5 કિલો હેરોઈન અને એક મોટરસાઈકલ મળી આવી છે.

ભારત-પાકિસ્તાન સરહદના સેક્ટર અમરકોટ હેઠળનો BOP જિલ્લા હેઠળ આવેલ છે. કર્નલ સિંહ વાલા દ્વારા મોડી રાત્રે પાકિસ્તાની ડ્રોનનો અવાજ સંભળાયો હતો, ત્યારબાદ બીએસએફ બહારના વિસ્તારમાં તૈનાત થઈ ગયું હતું.

આ સાથે જ 103 બટાલિયન અને થાણા ખાલડાની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ. ડીએસપીએ માહિતી આપતા  જણાવ્યું કે તરત જ ખાલદા અને બી.એસ.એફ. આ વિસ્તારને સીલ કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન ટીમ દ્વારા હેરોઈનનું 1 પેકેટ (2.5 કિલો) મળી આવ્યું હતું.

વધુમાં તેમણે કહ્યું કે પોલીસને જોઈને કન્સાઈનમેન્ટ ઉપાડવા આવેલ શંકાસ્પદ વ્યક્તિ અંધારાનો લાભ લઈને તેની મોટરસાઈકલ છોડીને સ્થળ પરથી ભાગી ગયો હતો. તેમણે કહ્યું કે ખાલદા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યા બાદ, બગડેલી મોટરસાઇકલની મદદથી આરોપીની શોધ શરૂ કરવામાં આવી છે.

આ સાથે જ ડ્રોનમાંથી જપ્ત કરાયેલ હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 12.5 કરોડ રૂપિયા જમાવાઈ રહ્યું  છે. જો કે આપ્રથમ વખત નહી આ પહેલા અનેક વખત પાકિસ્તાન જ્રારા આવી નાપાક હરકતને અંજામ આપવામાં આવ્યા છે.સેનાના જવાનો એલર્ટ રહીને તેમના મનસુબાઓ પણ પાણી ફેરવી દે છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code