1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતની 20 સિવિલ હોસ્પિટલમાં પંચકર્મ સારવાર અપાશે, ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ બનશે

ગુજરાતની 20 સિવિલ હોસ્પિટલમાં પંચકર્મ સારવાર અપાશે, ગોધરા-મોરબીમાં નવી મેડિકલ કોલેજ બનશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકોને આરોગ્ય લક્ષી સુવિધાઓ મળી રહે તે માટે બજેટમાં વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. સરકારે બજેટમાં આરોગ્ય ક્ષેત્રે 11323 કરોડની ફાળવણી કરી છે. અમદાવાદ સહિતની સિવિલ હોસ્પિટલને અપગ્રેડ કરવામાં આવશે. એટલું જ નહીં 108 સેવામાં નવી એમ્બ્યુલન્સ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં જ આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર મળી રહે તેવુ આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે બજેટમાં જણાવ્યું હતું કે, અમદાવાદની નવી સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ અપગ્રેડ કરવામાં આવશે. જે માટે રૂ. 87 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંચ PM માતૃવંદના યોજના માટે 66 કરોડની જોગવાઇ કરાઇ છે. મોરબી અને ગોધરામાં નવી મેડિકલ કોલેજ ઉભી કરવામાં આવશે. આ માટે રૂ. 50 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યની 20 સિવિલ હોસ્પિટલોમાં આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર અપાશે. સુરતની કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા 25 કરોડ આપવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોને ઈમરજન્સી આરોગ્ય લક્ષી સુવિધા મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવાનો રાજ્યમાં વ્યાપ વધ્યો છે. દર મહિને હજારો લોકો આ સેવાનો લાભ લે છે. દરમિયાન 108 સેવામાં વધુ 150 જેટલી નવી એમ્બ્યુલન્સ ઉમેરવામાં આવશે. આ માટે રૂ. 30 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ઓછા જન્મ સાથે જન્મતા બાળકોની સારવાર માટે 145 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code