
સાઇના નેહવાલને ‘મીની સાઇના’નો લુક પસંદ આવ્યો, ખેલાડીએ પરિણીતી ચોપડાની કરી પ્રશંસા
- સાઇનાને ‘મીની સાઇના’નો પસંદ આવ્યો લુક
- ખેલાડીએ પરિણીતી ચોપડાની કરી પ્રશંસા
- ફિલ્મ 26 માર્ચના રોજ થશે રીલીઝ
મુંબઈ: ભારતની એસ બેડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલના જીવન પર બની ફિલ્મ સાઇનાનું ટીઝર 4 માર્ચના રોજ રીલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં પરિણીતી ચોપડા શીર્ષકની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર પરિણીતી ચોપડાને એસ બેડમિન્ટન ખિલાડીની જેમ જોવા માટે પ્રશંસા થઇ રહી છે. પરિણીતીની પ્રશંસા કરવાની લિસ્ટમાં હવે ખુદ સાઇના નેહવાલનું પણ નામ આ યાદીમાં જોડાયું છે.
સાઇનાએ ફિલ્મમાં પરિણીતીના લુકની પ્રશંસા કરી છે,ખેલાડીને ખાસ કરીને યંગ સાઇનાનો લુક પસંદ આવ્યો છે. તેણે ફિલ્મથી પરિણીતીની તસવીર શેર કરી અને લખ્યું,”વાહ! આ અદભૂત છે. મીની સાઇનાનો લુક મને ખુબ જ પસંદ છે.”
ફિલ્મની રીલીઝ તારીખ વિશે જાણકારી આપતા અભિનેત્રી પરિણીતી ચોપડાએ ફિલ્મનું એક પોસ્ટર જાહેર કર્યું હતું.જેમાં એક શટલ દેખાય છે અને તેમાં સાઇના લખેલું હતું.
થિયેટરો 100 ટકા પ્રેક્ષકો સાથે ટૂંક સમયમાં ખુલશે.આ કારણોસર,નિર્માતાઓએ વિચાર્યું કે સાઇનાની બાયોપિકને રીલીઝ કરવાનો આ યોગ્ય સમય છે. જો કે, 26 માર્ચ અને 9 એપ્રિલના રોજ ફિલ્મના રીલીઝ થવાની આશંકા હતી,પરંતુ પરિણીતીની પોસ્ટ પછી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, આ ફિલ્મ 26 માર્ચે રિલીઝ થશે.
ફિલ્મ’સાઇના’અભિનેત્રી પરિણીતી ઉપરાંત અભિનેતા માનવ કૌલ પણ જોવા મળશે. જે સાઇનાના કોચ પુલેલા ગોપીચંદની ભૂમિકા ભજવશે. આ સાથે પરેશ રાવલ પણ આ ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
-દેવાંશી