
સંસદનું બજેટ સત્ર 29મી જાન્યુઆરીથી થશે શરૂ, 1લી ફેબ્રુઆરીએ રજૂ કરાશે બજેટ
દિલ્હીઃ કૃષિ બિલના ખેડૂતોના વિરોધ વચ્ચે આગામી 29મી જાન્યુઆરીથી 7મી લોકસભાનું પાંચમું સત્ર શરૂ થશે. આ સત્ર લગભગ 8મી એપ્રિલના રોજ પૂર્ણ થશે. સત્રના પ્રારંભે જ રાષ્ટ્રપતિ સંસદના બંને સદનને સંબોધીત કરશે. તેમજ આગામી 1લી ફેબ્રુઆરીના રોજ રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. લોકસભાના બજેટ સત્રમાં વિપક્ષ કૃષિ બિલ સહિતના મુદ્દા ઉપર મોદી સરકારને ઘેરવાના પ્રયાસો કરશે.
સુત્રોના જણાવ્યા અનુસાર બજેટ સત્રનો પ્રથમ ચરણ 29 જાન્યુઆરીએ શરૂ થશે અને 15 ફેબ્રુઆરી સુધી ચાલશે, તેમજ બીજું ચરણ 8 માર્ચથી 8 અપ્રિલ સુધી ચાલશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 29 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે સંસદના બંન્ને ગૃહો લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. સદની સ્થાયી સમિતિને વિવિધ મંત્રાલયો-વિભાગોની અનુદાનનની માંગણીઓ પર વિચાર-વિમર્શ સરળતાથી થાય એ માટે બજેટ સત્રનું પ્રથમ ચરણ 15 ફેબ્રુઆરીએ સ્થગિત કરવામાં આવશે અને 8 માર્ચે ફરીથી ચર્ચા કરવા માટે બજેટ સત્રનું બીજું ચરણ શરૂ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસ સંક્રમણના કારણે સંસદનું શિયાળુ સત્ર બોલાવવામાં આવ્યું નહોતું.