
કોરોના સામે ઝઝુમતા દર્દીઓ આ ચીજોને તેમના ડાયટમાં કરી શકે છે સામેલ
- કોરોનાની બીજી લહેર ખુબ જ ખતરનાક
- દર્દીઓ આ ચીજોને ડાયટમાં કરી શકે છે સામેલ
- જલ્દીથી આ રોગમાંથી થઇ શકશે મુક્ત
કોરોનાની બીજી લહેર ખુબ જ ખતરનાક છે. જેનાથી અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઝડપથી જોવા મળી રહી છે. તો,કેટલાક એવા ઉપાય છે જેના દ્વારા કોવિડ -19 ના દર્દીઓને લડવામાં તાકાત મળશે અને ખૂબ જ જલ્દીથી આ રોગમાંથી મુક્ત થઈ શકશે.તો ચાલો જાણીએ કઈ વસ્તુઓને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.
ડુંગળીનો રસ
ડુંગળીમાં વિટામિન સી હોય છે. આ ઉપરાંત તે ફ્લેવોનોઇડ્સના સૌથી ધનિક સ્ત્રોતોમાંનું એક છે. ડુંગળીમાં મિનરલ સેલેનિયમ પણ હોય છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેથી તમે દરરોજ સવારે 2 ચમચી ડુંગળીનો રસ પી શકો છો.
પપૈયા અને દાડમ
પપૈયા અને દાડમમાં ભરપૂર પોષક તત્વોની સાથે ફાઈબર પણ વધુ હોય છે. તેમાં આયર્ન,ફોલેટ,બી 6,કેલ્શિયમ,મેગ્નેશિયમ,વિટામિન એ,સી,બી 1, બી 3,બી 5,ઇ,કે અને પોટેશિયમ સામેલ છે. તેમાં એન્ટીઓકિસડન્ટ,બળતરા વિરોધી અને કેન્સર સામે લડવાના ગુણ હોય છે.
નારંગી અથવા અનાનસનું જ્યુસ
નારંગી અથવા અનાનસના જ્યુસમાં વિટામિન સી,મિનરલ અને એન્ઝાઈમ હોય છે. તે તમારી ઈમ્યુનિટી વધારે છે. અને સંક્રમણ સામે લડવામાં મદદ કરશે.
લીંબુ સાથે નાળિયેર પાણી
નાળિયેર પાણીમાં અડધું લીંબુ મિક્ષ કરીને પીવો. આમાં વિટામિન સી 10 ગણો વધે છે. તેનું સેવન લંચના બે કલાક પછી કરી શકો છો.
દેવાંશી