Homeગુજરાતીરાજ્યમાં કોરોનાના વધુ 12,206 કેસ નોંધાયાઃ 121નાં મોત

રાજ્યમાં કોરોનાના વધુ 12,206 કેસ નોંધાયાઃ 121નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 12,206 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 121 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 4339 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,46,063 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 121 લોકોના કોરોનાથી મોત થયા જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 23 લોકો અને સુરત શહેરમાં 24 લોકોના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ  પણ ઘટ્યો છે.જે 80,82 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદ શહેરમાં 4641, અને અમદાવાદ જિલ્લામાં 60,  સુરત શહેરમાં 1553, અને જિલ્લામાં 375, વડોદરા શહેરમાં 460 , અને જિલ્લામાં 165, રાજકોટ શહેરમાં 764, અને જિલ્લામાં 86, જામનગર શહેરમાં 324, અને જિલ્લ્માં 159,  ભાવનગર શહેરમાં  165, અને જિલ્લમાં 122, ગાંધીનગર શહેરમાં 173, અને જિલ્લામાં 150, પાટણમાં  104, મહેસાણામાં 485, દાહોદમાં 139, પંચમહાલમાં 135, બનાસકાંઠા 263, ભરુચમાં 171, ખેડામાં 121, મોરબીમાં 74, કચ્છમાં 176, આણંદમાં 58, મહીસાગરમાં 86, નવસારીમાં 105,   સહિત કુલ 12,206  કેસ નોંધાયા છે. રાજયમાં આજે કુલ 67,315   લોકોને પ્રથમ રસીનો ડોઝ અપાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોથી 3,46,063 દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular