
- ધૂળેટી રમવા જતા પહેલા વાંચી લો આ
- ચહેરા અને નખ પર લગાવો આ વસ્તુઓ
- રંગ ઉતારવામાં રહેશે સરળતા
હોળી-ધૂળેટીના તહેવારને બસ ગણતરીના જ દિવસો બાકી છે. બજારમાં અવનવા કલર અને પિચકારી પણ જોવા મળી રહી છે.હોળી અને ધૂળેટીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.ધૂળેટીના દિવસે લોકો એકબીજાને રંગ લગાવે છે.આ દરમિયાન કેટલાક કેમિકલયુક્ત રંગોનો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે. એવામાં ત્વચા પર એલર્જીની સમસ્યા થઈ શકે છે.
ધૂળેટી દરમિયાન રંગ રમતી વખતે વાળમાં પણ કલર જાય છે.આ કારણે વાળ ખરવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. આ રંગો આપણી ત્વચા માટે ખૂબ જ નુકસાનકારક છે.તેથી હોળીના સમયે પણ સાવધાની રાખવી જોઈએ.રંગોના કારણે તમારી ત્વચા અને વાળને થતા નુકસાનને ટાળવા માટે અહીં કેટલાક સરળ પગલાં છે જેને તમે અનુસરી શકો છો.
ધૂળેટી રમતા પહેલા તમે સનસ્ક્રીનનો ઉપયોગ કરો.તે તમારી ત્વચાને હાનિકારક યુવી કિરણોથી બચાવે છે.ત્વચાને હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ્ડ પણ રાખે છે,આ ઉપરાંત તમે ત્વચા પર બરફ પણ લગાવી શકો છો.10 મિનિટ સુધી તમારા સ્વચ્છ ચહેરા પર બરફના ટુકડાને હળવા હાથે મસાજ કરો.ત્યારબાદ તમે ધૂળેટી રમવા જઈ શકો છો.તમારી ત્વચાને નહીં પહોંચે નુકસાન
ધૂળેટી રમવા જતા પહેલા ત્વચા પર તેલ લગાવો.તેલ તમારી ત્વચાની અંદર રંગોને જવા દેશે નહીં.બાદમાં તમે સરળતાથી રંગ દૂર કરી શકશો.તમે ત્વચા માટે નારિયેળ તેલ, બદામ તેલ અથવા એરંડા તેલનો ઉપયોગ કરી શકો છો.
આ સિવાય તમે એવા કપડા પહેરો જેનાથી તમે સંપૂર્ણપણે ઢંકાઈ જાવ,અને ફૂલ બાયના કપડા પહેરવાનું રાખો જેનાથી શરીરના કોઈ પણ ભાગમાં રંગ ન પહોંચી શકે.