
ફોટોપત્રકાર દાનિશ સિદ્દીકી પુલિત્ઝર એવોર્ડથી સમ્માનિત – અફઘાનિસ્તાનમાં ફરજ દરમિયાન ગુમાવ્યો હતો જીવ
- પત્રકાર દાનિશ સિદ્દીકીને પુલિત્ઝર એવોર્ડ એનાયત
- રોયટર્સના ભારતીય પત્રકાર તરીકે જાણીતા હતા
દિલ્હીઃ- પુલિત્ઝર પ્રાઈઝ બોર્ડે યુક્રેનિયન પત્રકારોને તેમના દેશમાં રશિયાના આક્રમણના સાહસિક કવરેજ માટે સન્માનિત કર્યા છે. અમેરિકન મીડિયા જાયન્ટ ધ વોશિંગ્ટન પોસ્ટને પણ આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળવા પાત્ર બન્યો છે. ત્યારે રોયટર્સના ભારતીય પત્રકાર કે જેણે તાલિબાનમાં ફરજ બતાવતા વખત અંતિમ શ્વાસ લીઘા હતા તેઓને પણ આ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે.
રોઇટર્સના ભારતીય ફોટોગ્રાફર દાનિશ સિદ્દીકીને, જે ટીમનો એક હિસ્સો હતા, તેને ફીચર ફોટોગ્રાફી માટે પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી તાલિબાનીઓની જંગમાં કવર કરતી વખતે તેઓનું મોત થયું હતું
https://twitter.com/PulitzerPrizes?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1523743800379596801%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fgujarati.abplive.com%2Fnews%2Findia%2Fpulitzer-award-danish-siddiqui-received-pulitzer-award-posthumously-768410
ઉલ્લેખનીય છે કે પુલિત્ઝર પુરસ્કાર પત્રકારત્વ ક્ષેત્રે અમેરિકાનો સર્વોચ્ચ પુરસ્કાર છે. હાલમાં, દાનિશ સિદ્દીકીને અદનાન આબિદી, સના ઇર્શાદ મટ્ટુ અને રોઇટર્સના અમિત દવે સાથે ફીચર ફોટોગ્રાફી માટે મરણોત્તર પુલિત્ઝર પુરસ્કારોની આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે દાનિશ ફોટોગ્રાફ પત્રકારમાં એક જાણીતું નામ હતું,ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીને ભૂતકાળમાં પણ પુલિત્ઝર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2018માં, દાનિશ સિદ્દીકીને ફીચર ફોટોગ્રાફી માટે પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.