1. Home
  2. ગુજરાતી
  3. PIF ભારતમાં મુસ્લિમો ઉપર અત્યાચારની ખોટી માહિતી આપીને ગલ્ફ દેશમાંથી ફંડ એકત્ર કરતુ હતું
PIF ભારતમાં મુસ્લિમો ઉપર અત્યાચારની ખોટી માહિતી આપીને ગલ્ફ દેશમાંથી ફંડ એકત્ર કરતુ હતું

PIF ભારતમાં મુસ્લિમો ઉપર અત્યાચારની ખોટી માહિતી આપીને ગલ્ફ દેશમાંથી ફંડ એકત્ર કરતુ હતું

0
Social Share

નવી દિલ્હીઃ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના પ્રચારકો અને સક્રિય સભ્યો ગલ્ફ દેશોમાંથી જકાતના નાણાં એકત્રિત કરે છે. આ માટે શ્રીમંત ઉદ્યોગપતિઓને ભારતમાં મુસ્લિમો પર અત્યાચારની ખોટી વાર્તા જમાણીને નાણા એકત્ર કરતા હતા. આ નાણાની મદદથી ભારતમાં આતંકની પ્રવૃતિઓ ચાલતી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. પીએફઆઈ શિક્ષણ અને બીમારીના નામે ગરીબોની મદદના બહાને નેટવર્ક મજબૂત કરતુ હતું. કેરળના કોઝિકોડથી ED દ્વારા ધરપકડ કરાયેલા PFI પ્રચારક શફીક પીઠની પૂછપરછમાં આ ખુલાસો થયો છે. શફીકની હઝરતગંજ સ્થિત EDની ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી હતી. શફીકના રિમાન્ડ 3 ઓક્ટોબરે પૂરા થશે. તેની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર PFI માટે ભંડોળ ઊભું કરવાનું કામ રિહેબ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. આ જ ફાઉન્ડેશન શફીકને પૈસા આપતું હતું, આ નાણાનો ખર્ચ લખનૌ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં, દિલ્હીમાં અને ભારત-નેપાળ સરહદના વિસ્તારોમાં સંગઠનને મજબૂત કરવા માટે થતો હતો.

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, ફાઉન્ડેશન દ્વારા મળેલા પૈસાનો ઉપયોગ ધાર્મિક સંસ્થાઓમાં કરવામાં આવે છે, જ્યાં ધર્મના નામે જેહાદનો સંદેશ આપવામાં આવે છે. આ પૈસાથી જરૂરિયાતમંદોને લાલચ આપી ધર્માંતરણ અને લવ જેહાદ જેવી પ્રવૃતિઓને અંજામ આપવામાં આવતો હતો. EDને શફીક પાસેથી માહિતી મળી છે કે, PFIનું નેટવર્ક ગલ્ફ દેશો સાથે જોડાયેલું છે. શફીક વિદેશીઓને સંગઠન સાથે જોડવાનું પણ કામ કરતો હતો.

ઇડીના સૂત્રોના જણાવ્યા અનુસાર, શફીક ગલ્ફ તેજસ ડેઇલી નામના અખબાર દ્વારા લોકોને ધાર્મિક ઉન્માદ માટે ઉશ્કેરતો હતો. વર્ષ 2018 માં અખબાર પર પ્રતિબંધ મૂક્યા પછી, તેણે લગભગ 250 વોટ્સએપ જૂથો બનાવીને પીએફઆઈને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું હતું.  અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, અખાતી દેશોમાંથી મોકલવામાં આવેલા પૈસાથી હાથરસની ઘટના બાદ યુપીમાં વાતાવરણ બગાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ગલ્ફ તેજસ દૈનિક કેરળમાં પ્રકાશિત તેજસ અખબારનો એક ભાગ છે. તેના ઓળખ પત્ર પર સિદ્દીક કપ્પન હાથરસની ઘટનાને કવર કરવા ગયો હતો.

NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, શફીકને તેના અખબારના ડાયરેક્ટર દ્વારા વિદેશથી આવતા પૈસા આપવામાં આવ્યા હતા. તાજેતરમાં ધરપકડ કરાયેલા PFI સભ્ય અબ્દુલ રઝાક બીપીએ સુરક્ષા એજન્સીઓની પૂછપરછમાં ખુલાસો કર્યો હતો કે તે અબુ ધાબીના દરબાર રેસ્ટોરન્ટમાંથી હવાલા દ્વારા પૈસા લેતો હતો. આ રેસ્ટોરન્ટ તેનો ભાઈ ચલાવે છે. રઝાક તેજસ અખબાર સાથે પણ સંકળાયેલા છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code