
ભારતમાં ગરમીનો કહેર સતત વધી રહ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને બિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ અને સિક્કિમમાં ગરમીનો પ્રકોપ વધી શકે છે. તેથી, જો તમે પણ આ રાજ્યોની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમયે અહીં ન જવાનું સારું રહેશે. તો આવો જાણીએ આ રાજ્યોના હવામાનની સ્થિતિ…
ઓડિશા
ઓડિશાને ભારતના ટેમ્પલ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં લગભગ 500 મંદિરો છે. કોણાર્કનું પ્રખ્યાત સૂર્ય મંદિર પણ ઓડિશામાં છે. જો કે, આગામી 5 દિવસમાં ઓડિશામાં હીટ વેવ આવવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓડિશામાં આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહી શકે છે.
પશ્ચિમ બંગાળ
છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ બંગાળ પણ આકરી ગરમીની ઝપેટમાં છે. તેથી, જો તમે અહીં મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તેને તરત જ કેન્સલ કરો. પશ્ચિમ બંગાળના કેટલાક સ્થળોએ તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે.
સિક્કિમ
લોકોનું પ્રિય સમર ડેસ્ટિનેશન સિક્કિમ પણ ગરમીની લપેટમાં છે. જોકે સિક્કિમ પર્વતો અને હરિયાળીથી ઘેરાયેલું છે, પરંતુ આ વખતે સિક્કિમમાં ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. IMDના રિપોર્ટ અનુસાર સિક્કિમને આગામી બે-ત્રણ દિવસમાં હીટવેવનો સામનો કરવો પડી શકે છે.
આંધ્ર પ્રદેશ
આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં ખૂબ જ ગરમી પડી રહી છે. મંગળવારે અહીં ઘણી જગ્યાએ 43.5 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નોંધાયું છે. એટલા માટે તમે આંધ્રપ્રદેશની મુલાકાત લેવાનો પ્લાન મુલતવી રાખી શકો છો.