
દિલ્હીઃ- ભારતે એશિયન ગેમ્સમાં ડંકો વગાડ્યો છે પ્રથમ વખત ઈતિહાસમાં ભારતે 100 મેડલ જીત્યા છએ ત્યારે આ ગૌરવની વાતને લઈને પ્ઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શુભેચ્છાઓ પાઠવી છે સાથે જ આ ક્ષણને ગોરવ ભરી ક્ષણ ગણાવી છે.
ભારતે એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને પ્રથમ વખત 100 મેડલ જીત્યા છે. ભારતે 25 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક સિદ્ધિ માટે તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે
ભારતીય મહિલા કબડ્ડી ટીમે ગોલ્ડ મેડલ જીતીને ભારતને ગેમ્સનો 100મો મેડલ અપાવ્યો. ભારતીય ખેલાડીઓએ શનિવારે અત્યાર સુધીમાં 5 મેડલ જીત્યા છે. જેમાં 3 ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
તો સાથે જ તીરંદાજીમાં 2 ગોલ્ડ સહિત 4 મેડલ આવ્યા છે. અગાઉ 2018માં સૌથી વધુ 70 મેડલ જીત્યા હતા. શુક્રવારે ભારતે એક ગોલ્ડ સહિત 9 મેડલ જીત્યા હતા. મેન્સ હોકી ટીમે ગોલ્ડ જીત્યો હતો. આ સિવાય તીરંદાજીમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ જીત્યો હતો.
બ્રિજમાં પુરુષ ટીમે સિલ્વર અને સેપકટકરામાં મહિલા ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે કુસ્તીમાં 3 બ્રોન્ઝ મેડલ અને બેડમિન્ટનમાં એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
શનિવારે તીરંદાજીમાં 2 ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ જીત્યા હતા. કમ્પાઉન્ડ વિમેન્સ ઈવેન્ટમાં જ્યોતિ સુરેખા અને ઓજસે ગોલ્ડ જીત્યો હતો. અભિષેક વર્માને સિલ્વર મળ્યો હતો. જ્યારે અદિતિ સ્વામીને બ્રોન્ઝ મળ્યો હતો. ભારતે આ ગેમ્સમાં અત્યાર સુધીમાં 25 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.