
અમેરિકાના સ્વતંત્રતા દિન પર પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી, ચીનને કંઈ જ ન કહીને પણ પીએમ આપી ગયા મોટો સંદેશ
- અમેરિકાને પીએમ મોદી એ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી
- ટ્વિટ કરીને આપી શુભકામના
- ચીનનો ઉલ્લેખ પણ કરવામાં ન આવ્યો
- પીએમ મોદીની ચીન વચતી ચુપ્પી ચીનને આકરો જવાબ
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિતેલા દિવસને 4 જુલાઈ રવિવારના રોજ અમેરિકન સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ જોબિડેનને શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે આ સમય દરમિયાન પીએમ મોદી દ્વારા ચીનનું નામનો પણ ઉલ્લેયક માત્ર કરવામાં નહોતો આવ્યો,જો કે આ સંદેશ ભારત તરફથી ચીનને આકરો જવાબ હતો તેનું કારણ એ છે કે, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીને 100 વર્ષ પૂરા થયાને એક અઠવાડિયાનો સમય પણ થયો નથી, પરંતુ આ પ્રસંગે ભારત સરકાર દ્વારા, કે વિરોધી પક્ષો દ્વારા ચીનને કોઈ સંદેશ આપવામાં આવ્યો ન હતો.
પીએમ મોદીએ અમેરિકાના 245 મા સ્વતંત્રતા દિવસ પર ટ્વિટ કરીને લખ્યું હતુ કે ‘રાષ્ટ્રપતિ જોબિડેન અને તમામ અમેરિકનોને 245 મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ અને શુભકામનાઓ,. ભારત અને અમેરિકા બંને જીવંત લોકશાહી છે અને સ્વતંત્રતા અને આઝાદીના મૂલ્યોને મહત્વ આપે છે. અમારી વ્યૂહાત્મક ભાગીદારીનું વૈશ્વિક મહત્વ છે.
પીએમ મોદીએ અમેરિકાના 245 મા સ્વતંત્રતા દિવસ પર ટ્વિટ કરીને લખ્યું હતુ કે ‘રાષ્ટ્રપતિ જોબિડેન અને તમામ અમેરિકનોને 245 મા સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ અને શુભકામનાઓ,. ભારત અને અમેરિકા બંને જીવંત લોકશાહી છે અને સ્વતંત્રતા અને આઝાદીના મૂલ્યોને મહત્વ આપે છે. અમારી વ્યૂહાત્મક ભાગીદારીનું વૈશ્વિક મહત્વ છે.
ઉલ્લેખનીય છે કે, 1 જુલાઈએ, કેન્દ્ર સરકાર કે ભારતના કોઈ અન્ય રાજકીય પક્ષે ચીનના કમ્યુનિસ્ટ પાર્ટીને 100 વર્ષ પૂરા થવાના પ્રસંગે અભિનંદન આપ્યા ન હતા. ભારત વતી, ફક્ત સીપીએમ જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ શી જિનપિંગને પત્ર લખ્યો હતો. ચાઇનામાં સો વર્ષ પૂરા થવા માટે ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ ભાજપ-કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટીએ આ તરફ ધ્યાન આપ્યું ન હતું. કમ્યુનિસ્ટ પાર્ટીના 100 વર્ષ પૂરા થવા માત્ર એક સમારોહ સુધી મર્યાદિત નથી, પરંતુ હવે તે 1949 માં જન્મેલા ચીનનું બીજું નામ બની ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે ચીનના સૈનિક સતત ભારત સાથે એલએસી પર વિવાદમાં સપડાઈ રહ્યા છે, એક વર્ષ પહેલા, ગલવાન ખીણમાં હિંસક અથડામણ થઈ હતી. જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે શા માટે સીપીસીને અભિનંદન નથી અપાયા, ત્યારે તેમણે કહ્યું કે તે સરકારી બાબત નથી. ખાસ વાત એ છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં ભાજપે વિયેતનામની કમ્યુનિસ્ટ પાર્ટીને તેની વર્ષગાંઠ પર અભિનંદન આપ્યા હતા.
જો કે પીએમ મોદી કે અન્ય કોઈ પણ નેતાઓ એ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના 100 વર્ષ પૂર્ણ થવા પર કોી જ પ્રતિક્રિયા નહોતી આપી આ સાથે જ કાલ અમેરિકાને બધાઈ આપતા સમયે પણ ચીનનો ક્યા ઉલ્લેખ નથી એ વાત ચીનને ક્યાક ને ક્યાક ખટકતી હશે, જે ભારત તરફથી ચીનને મોટા સંદેશ મળ્યો તેમ કહી શકાય.