
PM મોદીએ મિઝોરમમાં નિર્માણાઘિન પુલ તૂટવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું – મૃતકોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાના વળતરની કરી જાહેરાત
દિલ્હીઃઆજરોજ 23 ઓગસ્ટને બુધવારની સવારે ઉત્તરપૂર્વ ભારતના મિઝોરમ રાજ્યમાં ભયાનક અકસ્માત થયો હતો. જાણકારી પ્રમાણે અહીં એક નિર્માણાધીન રેલ્વે પુલનો એક ભાગ ધરાશાયી થતાં 15 થી વઘુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના મિઝોરમની રાજધાની આઈઝોલ પાસે સાયરાંગમાં બનવા પામી હતી.
આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો તેના બાંધકામમાં કામ કરતા મજૂરોનો સમાવેશ થાય છે. મિઝોરમના મુખ્યમંત્રી જોરામથાંગાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.ત્યારે હવે આ ઘટનાની નોંધ લેતા પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મૃતકોના પરિવાર સાથએ સંવેદના વ્ક્ત કરતા દુખ વ્યક્ત કર્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશના પીએમ મોદીએમિઝોરમમાં નિર્માણાધીન રેલવે બ્રિજ તૂટી પડવાને કારણે થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના નજીકના સંબંધીઓ માટે વળતરની જાહેરાત કરી હતી.
પીએમ મોદીએ X જે અગાઉ ટ્વિટર પર આ ઘટનાની નોંધ લેતા શઓક વ્યક્ત કર્યો છે હતું PMO દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે., PM મોદીએ કહ્યું, “મિઝોરમમાં પુલ દુર્ઘટનામાં જાનહાનિથી દુઃખી છું. જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું.” વડાપ્રધાને કહ્યું કે ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
એટલપું જ નહી પીએમ મોદીએ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અને ઈજાગ્રસ્ત થયેલા લોકો માટે વળતરની પણ જાહેરાત કરી છે.જે પ્રમાણેઅકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના નજીકના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.
એ સહીત અકસ્માતમાં ઘાયલ દરેક વ્યક્તિને 50,000 રૂપિયા આપવામાં આવશે. મિઝોરમની રાજધાની આઈઝોલથી લગભગ 21 કિલોમીટર દૂર સાયરાંગ વિસ્તારમાં સવારે 10 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 17 મજૂરોના મોત થયા હતા.