
પીએમ મોદી એ ગણેશ ચતુર્થીના પર્વની દેશવાસીઓને શુભેચ્છા ઓ પાઠવી
દિલ્હીઃ દેશભરમાં આજે ગણેશચતુર્થીનો પર્વ મનાવાઈ રહ્યો છે ત્યારે દેશમાં ઠેર ઠેર ગણપતિની સ્થાપનાનું આોજન પણ થઈ રહ્યું છે આજના આ પાવન પ્રવ પર પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાશીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
માહિતી અનુસાર પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ગણેશ ચતુર્થી અંગે એક પોસ્ટ શેક કરી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું- દેશભરમાં મારા પરિવારના સભ્યોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા. સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ.
આ સાથે જ પીએમ એ લખ્યું છે કે વિઘ્નહર્તા-વિનાયકની ઉપાસના સાથે જોડાયેલો આ પવિત્ર તહેવાર તમારા બધાના જીવનમાં સૌભાગ્ય, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે. ગણપતિ બાપ્પા મોર્યા! રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ પણ લોકોને શુભેચ્છા પાઠવી છે.
આ સહીત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું- ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર પર દેશ-વિદેશમાં વસતા તમામ ભારતીયોને મારી હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ! આ શુભ દિવસે, ભગવાન શ્રી ગણેશની જન્મજયંતિ ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. મારી પ્રાર્થના છે કે વિઘ્નહર્તા ગણેશજી તમામ અવરોધો દૂર કરતા રહે અને આપણે બધા એક વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે સાથે મળીને કામ કરતા રહીએ. ગણપતિ બાપ્પા મોર્યા!