1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં સાથે ટેલિફોન પર કરી વાતચીત,અફઘાનિસ્તાન સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા
પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં સાથે ટેલિફોન પર કરી વાતચીત,અફઘાનિસ્તાન સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા

પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં સાથે ટેલિફોન પર કરી વાતચીત,અફઘાનિસ્તાન સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા

0
Social Share
  • પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી
  • ઈમેન્યુઅલ મેક્રોં સાથે ટેલિફોન પર કરી વાતચીત
  • અફઘાનિસ્તાન સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં સાથે ટેલિફોન પર વાત કરી હતી.બંને નેતાઓએ અફઘાનિસ્તાનના હાલના ઘટનાક્રમ સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

આ સંદર્ભમાં,તેમણે આતંકવાદ, નશીલા પદાર્થો, ગેરકાયદે હથિયારો અને માનવ તસ્કરીના સંભવિત પ્રસાર સાથે સાથે માનવાધિકારો, મહિલાઓ અને લઘુમતીઓના અધિકારોને સુનિશ્ચિત કરવાની આવશ્યકતાઓ વિશે પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી.

તેમણે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં વધતા દ્વિપક્ષીય સહયોગ અને આ ક્ષેત્રમાં સ્થિરતા અને સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં ભારત-ફ્રાંસ સહભાગિતાની અગત્યની ભૂમિકાની સમીક્ષા કરી.

નેતાઓએ ભારત-ફ્રાંસની વ્યૂહાત્મક ભાગીદારીની ભાવનાથી ઘનિષ્ઠ અને નિયમિત પરામર્શ જારી રાખવા અંગે સહમતિ વ્યક્ત કરી, જેને બંને દેશ ઊંડાણપૂર્વક વ્યક્ત કરતા રહે છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code