![પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે ટેલિફોન પર વાતચીત કરી,અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા](https://www.revoi.in/wp-content/uploads/2021/10/Narendra-Modi-Kishida-Fumo.jpg)
પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે ટેલિફોન પર વાતચીત કરી,અનેક મુદ્દાઓ પર થઇ ચર્ચા
- પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન સાથે કરી વાત
- ફુમિયો કિશિદા સાથે ટેલિફોન પર કરી વાતચીત
- અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
વડાપ્રધાનને કિશિદાને જાપાનના વડાપ્રધાન તરીકે પદભાર ગ્રહણ કરવા અંગે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.
બંને નેતાઓએ ભારત અને જાપાનની વચ્ચે વિશેષ વ્યૂહાત્મક તેમજ વૈશ્વિક સહભાગિતામાં ઝડપથી થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો અને હાઈ ટેક અને ભવિષ્યમાં ઊભરનારા ક્ષેત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ આગળ વધારવાની સંભાવના પર સહમતિ વ્યક્ત કરી. વડાપ્રધાનએ જાપાની કંપનીઓને વધુ રોકાણના માધ્યમથી ભારતના આર્થિક સુધારાઓનો લાભ ઉઠાવવા માટે આમંત્રિત કરી.
બંને નેતાઓએ ભારત-પેસિફિક ક્ષેત્રમાં ભારત અને જાપાનની વચ્ચે દૃષ્ટિકોણોના વધતા સાંમજસ્ય તથા મજબૂત સહયોગ વિશે પણ ચર્ચા કરી. તેમણે આ સંદર્ભમાં ક્વૉડ ફ્રેમવર્ક અંતર્ગત સહયોગની પ્રગતિની સમીક્ષા કરી.
વડાપ્રધાનએ કિશિદાને દ્વિપક્ષીય શિખર મંત્રણા માટે પોતાની સુવિધાનુસાર ટૂંક સમયમાં ભારત આવવાનું આમંત્રણ આપ્યું.