
- મોરબીની દુખદ ઘટના બાદ પીએમ મોદી એ દુખ જતાવ્યું
- આજના તમામ રોડશો જેવા કાર્યક્રકમ પીએમ મોદીએ રદ કર્યા
દિલ્હીઃ- ગુજરાતના રાજકોટ પાસે આવેલા મોરબીમાં વિતેલા દિવસની સાંજે ઝુલતો પુલ તૂટવાની ઘટના બની હતી અંદાજે 60થી વધુના મોત થયા હોવાની શક્યતાઓ છે મોતનોઆકંડો વધી પણ શકે છે કારણ કે ઘટના સર્જાય ત્યારે 400થી 5000 લોકો એક સાથે જ પુલ ુર હતા આ ઘટના બાદ દેશભરમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છએ તો બીજી તરફ દેશના પ્રધામમંત્રાી મોગી પણ હાલ ગુજરાતની મુલાકાતે છે.
આ ઘટના બાદ પીએમ મોદીએ આજનો રોડ શો તથા અનેક કાર્યક્રમો રદ કર્યા છે.PM મોદીએ મોરબી બ્રિજ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને સોમવારે અમદાવાદમાં યોજાનાર તેમનો રોડ શો રદ કરવાનો નિર્ણય લીધો છે. રવિવારે મોડી સાંજે ગુજરાત બીજેપી મીડિયા સેલે માહિતી આપી હતી કે વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં યોજાનાર પેજ કમિટીનો સ્નેહ મિલન કાર્યક્રમ પણ હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.
મીડીયા સાથેની વાતચીત દરમિયાન ગુજરાત ભાજપના મીડિયા કન્વીનર ડૉ. યજ્ઞેશ દવેએ આ સમાચારને સમર્થન આપ્યું હતું કે મોરબીની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને સોમવારે કોઈ પ્રસંગો નહી યોજાય
ઉલ્લેખનીય છે કે . મોરબી અકસ્માતમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકોના મોત થયા છે. જો કે, 2900 કરોડના રેલ્વે પ્રોજેક્ટ્સને સમર્પિત કરવાનો કાર્યક્રમ તેના સમયપત્રક મુજબ હશે. આ સાથે જ PMOએ ટ્વીટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં થયેલા અકસ્માત અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી છે.
ત્તેયાર બાદ રાજ્મયના સીએમ હોસ્ણેપિટલ પહોચી ઈજાગ્રસ્ત ,સાથે મુલાકાત કરી હતી અને મૃતકોના પરિવારને સાંતવના પાઠવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના નજીકના સંબંધીઓ માટે વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળ માંથી પ્રત્યેક બે લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. આ સાથે જ ઈજાગ્ઘારસ્યચતો માટે 50,000 રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.