1. Home
  2. ગુજરાતી
  3. વડાપ્રધાન મોદી આજે વીડીયો કોન્ફ્રેન્સિંગ દ્વારા ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનનું ઉદ્દઘાટન કરશે
વડાપ્રધાન મોદી આજે વીડીયો કોન્ફ્રેન્સિંગ દ્વારા ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનનું ઉદ્દઘાટન કરશે

વડાપ્રધાન મોદી આજે વીડીયો કોન્ફ્રેન્સિંગ દ્વારા ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનનું ઉદ્દઘાટન કરશે

0
Social Share
  • પીએમ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનને બતાવશે લીલી ઝંડી
  • વીડીયો કોન્ફ્રેન્સિંગ દ્વારા દેખાડશે લીલી ઝંડી
  • મેટ્રો ડ્રાઇવરલેસ ટ્રેનની સફર 37 કિલોમીટરની હશે
  • પીએમ નેશનલ કોમન મોબિલિટી કાર્ડનો કરશે શુભારંભ
  • દિલ્હીના લાખો મુસાફરોને મળશે રાહત

દિલ્લી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રાઇવર વગર ચાલતી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. દેશની પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનની સફર 37 કિલોમીટરની હશે. આ ટ્રેન દિલ્હી મેટ્રોનો એક ભાગ હશે. ડ્રાઇવરલેસ ટ્રેન સંપૂર્ણ રીતે ઓટોમેટીક હશે. અને માનવ ભૂલની શક્યતાને દૂર કરશે.પીએમ મોદી વીડીયો કોન્ફ્રેન્સિંગ દ્વારા સવારે 11 વાગ્યે લીલી ઝંડી દેખાડી રવાના કરશે.

દેશની પ્રથમ ડ્રાઇવરલેસ ટ્રેન દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઇન અને પિંક લાઇન પર ચલાવાની છે. પ્રથમ તબક્કામાં ડ્રાઇવરલેસ ટ્રેન મજેન્ટા લાઇન પર જનકપુરી પશ્ચિમથી નોઇડા બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન વચ્ચે દોડશે. ત્યારબાદ 2021માં પિંક લાઇનમાં 57 કિલોમીટર ડ્રાઇવરલેસ મેટ્રો ચલાવવાની યોજના છે. જે મજલિસ પાર્કથી શિવવિહાર સુધીનું અંતર કાપશે.

આ રીતે કુલ 94 કિલોમીટર ડ્રાઇવરલેસ ટ્રેનો દોડાવવાની યોજના છે. સામાન્ય મેટ્રો ટ્રેનની જેમ ડ્રાઇવરલેસ ટ્રેનમાં 6 કોચ હશે. દિલ્હી મેટ્રોએ ડ્રાઇવરલેસ ટ્રેનને એક મોટી તકનીકી સિદ્ધિ ગણાવી છે. ડીએમઆરસી છેલ્લા લગભગ 3 વર્ષથી ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનનું ટ્રાયલ કરી રહ્યું હતું. દિલ્હી મેટ્રોએ પ્રથમ સપ્ટેમ્બર 2017 માં તેની ટ્રાયલ શરૂ કરી હતી.

ડ્રાઇવરલેસ ટ્રેનમાં 6 કોચ પણ હશે. ડ્રાઇવરલેસ ટ્રેનમાં 2,280 મુસાફરો એક સાથે મુસાફરી કરી શકે છે. તે દરેક કોચમાં 380 મુસાફરો બેસી શકે છે. આ સાથે પીએમ મોદી દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર મુસાફરી માટે નેશનલ કોમન મોબિલિટી કાર્ડનો પણ શુભારંભ કરશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code