પીએમ મોદીએ આસામના કાલિયાબોર ખાતે કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
નવી દિલ્હી, 18 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના નાગાંવ જિલ્લાના કાલિયાબોર ખાતે 6 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. 86 કિલોમીટર લાંબો આ કોરિડોર પ્રોજેક્ટ પર્યાવરણને સાનુકૂળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ છે. તેમાં 35 કિલોમીટર લાંબો એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોર હશે જે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થશે.
પ્રધાનમંત્રીએ બે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. જેમાં કામાખ્યા-રોહતક અમૃત ભારત એક્સપ્રેસ અને ડિબ્રુગઢ-લખનૌ (ગોમતી નગર) અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યુ કે આ નવી પરિયોજનાઓ આસામના લોકો માટે સમૃદ્ધિના દ્વાર ખોલશે. મોદીએ કહ્યું કે કાઝીરંગા માત્ર એક રાષ્ટ્રીય ઉદ્યાન નથી પરંતુ આસામનો આત્મા છે.
વધુ વાંચો: ઝારખંડમાં લાતેહારની ઓરસા ખીણમાં એક બસ પલટી ગઈ, ઘણા લોકો ઘાયલ થયાની આશંકા


